‘સૂર્યવંશી’માં ઝીરો કટ

20 October, 2021 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે કલાક પચીસ મિનિટની આ ફિલ્મ રોહિત શેટ્ટીના હિસાબે નાની છે

‘સૂર્યવંશી’માં ઝીરો કટ

અક્ષયકુમાર અને કૅટરિના કૈફની ‘સૂર્યવંશી’ને સેન્સર બોર્ડ દ્વારા ઝીરો કટ દ્વારા પાસ કરવામાં આવી છે. રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ બે કલાક અને ૨૫ મિનિટની છે. પાંચમી નવેમ્બરે રિલીઝ થઈ રહેલી રોહિત શેટ્ટીની છેલ્લી  કેટલીક ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મ નાની છે. ૨૦૧૮ની ‘સિમ્બા’ બે કલાક ૩૯ મિનિટ અને ૨૦૧૭ની ‘ગોલમાલ અગેઇન’ બે કલાક અને ૩૧ મિનિટની હતી. ૨૦૧૫ની ‘દિલવાલે’ બે કલાક અને ૩૩ મિનિટની હતી. આ તમામ ફિલ્મોની સરખામણીમાં ‘સૂર્યવંશી’નો રન-ટાઇમ ઓછો છે. સોમવારે રાતે જ સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને એક પણ કટ વગર પાસ કરવામાં આવી હતી. ટ્રેડ-એક્સપર્ટનું માનવું છે કે ફિલ્મ થોડી નાની હોવાથી થિયેટર્સમાં વધુ શો ચલાવી શકાશે અને બે શો વચ્ચે થિયેટર્સને સૅનિટાઇઝ કરવા માટે પણ પૂરતો સમય મળી રહેશે.

bollywood news bollywood bollywood gossips entertainment news akshay kumar katrina kaif