બડે મિયાંની એક્ઝિટ, છોટે મિયાંની એન્ટ્રી

27 April, 2024 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિમલ ઇલાઇચીની ઍડ માટે ખૂબ ટ્રોલ થયેલા અક્ષયકુમારે કહ્યું હતું કે તેણે એન્ડોર્સમેન્ટનો કૉન્ટ્રૅક્ટ કૅન્સલ કરી દીધો છે એથી નવી ઍડમાં તેની જગ્યાએ ટાઇગર શ્રોફ દેખાઈ રહ્યો છે

વિમલ ઇલાઇચીની ઍડ

અક્ષયકુમારની જગ્યાએ હવે વિમલ ઇલાઇચીની ઍડમાં ટાઇગર શ્રોફે એન્ટ્રી કરી હતી. આ ઍડમાં અક્ષયની સાથે શાહરુખ ખાન અને અજય દેવગન પણ જોવા મળ્યા હતા. આ માટે તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

અક્ષયકુમારને વધુપડતો કરવામાં આવ્યો હતો અને એથી જ તેણે ૨૦૨૨માં કહ્યું હતું કે તે હવે આ ઍડ નહીં કરે અને એવી અન્ય એક પણ ઍડ નહીં કરે.

જોકે ૨૦૨૩માં ફરી તેની એક ઍડ આવી હતી, પરંતુ એ સમયે અક્ષયકુમારે કહ્યું હતું કે એ ઍડ ૨૦૨૧ના ઑક્ટોબરમાં શૂટ કરી લેવામાં આવી હતી, ત્યાર બાદ તેણે એક પણ ઍડ નથી કરી. જોકે આ કંપનીનું એ કૅમ્પેન પૂરું થતાં નવી ઍડ બનાવવામાં આવી છે. આ ઍડમાં અક્ષયકુમારની જગ્યાએ છોટે મિયાં એટલે કે ટાઇગરને લેવામાં આવ્યો છે. આ સાથે જ અમાયરા દસ્તુર પણ જોવા મળી રહી છે.

tiger shroff akshay kumar ajay devgn Shah Rukh Khan entertainment news bollywood bollywood news