17 November, 2025 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને કૅટરિના કૈફની ફાઇલ તસવીર
વિકી કૌશલ અને કૅટરિના કૈફની ગણતરી બૉલીવુડના પાવર કપલ તરીકે થાય છે. હાલમાં તેઓ દીકરાનાં માતા-પિતા બન્યાં છે. વિકી હાલમાં ટ્વિન્કલ ખન્ના અને કાજોલના શો ‘ટૂ મચ વિથ ટ્વિન્કલ એન્ડ કાજોલ’માં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો અને અહીં તેણે પોતાની અને કૅટરિનાની પહેલી મુલાકાતનો ખુલાસો કર્યો છે. આ ટૉક-શોમાં વિકીએ કહ્યું, ‘હું પહેલી વાર કૅટરિનાને એક અવૉર્ડ શોમાં મળ્યો હતો. હું આ શોનું હોસ્ટિંગ કરી રહ્યો હતો. અમે સ્ટેજ પર સાથે મળી ‘ચિકની ચમેલી’ પર પર્ફોર્મ કર્યું હતું. આ પછી અમે જ્યારે બૅકસ્ટેજ ગયા ત્યારે સુનીલ ગ્રોવરે અમારું ઇન્ટ્રોડક્શન કરાવ્યું. મને મળ્યા પછી માત્ર પાંચ મિનિટમાં જ કૅટરિના મને શો કેવી રીતે હોસ્ટ કરવો એ શીખવવા લાગી હતી. એ પછી ‘ગુડનાઇટ’ કહીને ચાલી ગઈ.’