✕

ફરી જામશે વિદ્યા બાલન અને સૈફ અલી ખાનની જોડી

28 October, 2026 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યા બાલન અને સૈફ અલી ખાને ૨૦૦૫માં આવેલી ‘પરિણીતા’માં સાથે કામ કર્યું હતું.

સૈફ અલી ખાન અને વિદ્યા બાલન

વિદ્યા બાલન અને સૈફ અલી ખાને ૨૦૦૫માં આવેલી ‘પરિણીતા’માં સાથે કામ કર્યું હતું.  આ ફિલ્મના આટલાં વર્ષ પછી આ જોડી હવે ‘ધ લંચબૉક્સ’ના ડિરેક્ટર રિતેશ બત્રાની ‘લૉન્ગ યર્સ અગો’ નામની પિરિયડ ડ્રામા ફિલ્મમાં સાથે જોવા મળશે. તેમની સાથે ફ્રેન્ચ ઍક્ટ્રેસને પણ પણ સાઇન કરવામાં આવી હોવાના રિપોર્ટ છે. આ ફિલ્મ ૧૯૯૧ના સમયગાળાની પૃષ્ઠભૂમિ પર આધારિત ફૅમિલી કૉમેડી હશે અને એનું મોટા ભાગનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે ‘લૉન્ગ યર્સ અગો’ એક એવા પરિવારની વાર્તા છે જેના સભ્યોએ લાંબા સમયથી એકબીજાને કેટલીક મહત્ત્વની વાતો કહી નથી. ફિલ્મમાં બતાવવામાં આવશે કે જ્યારે આખરે પરિવારના સભ્યોએ પોતાની વાત કહેવા માટે શબ્દો શોધવા પડે છે ત્યારે શું થાય છે.

vidya balan saif ali khan bollywood buzz bollywood news bollywood entertainment news