નબળા પ્રદર્શનને કારણે યશની અંગ્રેજી ટૉક્સિક પર એક જ અઠવાડિયામાં પડી ગયો પડદો

13 September, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશની ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ ફિલ્મની કમાણીમાં ઓપનિંગ બાદ સતત ઘટાડો થયો છે. નબળા પ્રતિસાદને કારણે એની અંગ્રેજી આવૃત્તિ એક અઠવાડિયામાં સિનેમાઘરોમાંથી હટાવી દેવાઈ અને પહેલા અઠવાડિયામાં માત્ર ₹૩.૧૬ લાખ કમાયા.

ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ

યશની તાજેતરની ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ બૉક્સ-ઑફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. આ ફિલ્મે પહેલા દિવસે મજબૂત ઓપનિંગ મેળવી હતી, પણ ત્યાર બાદ એની કમાણીમાં સતત ઘટાડો નોંધાયો છે. કિઆરા અડવાણી, તારા સુતરિયા, નયનતારા અને હુમા કુરેશી જેવી મજબૂત સ્ટારકાસ્ટ હોવા છતાં ફિલ્મને ટીકાનો સામનો કરવો પડ્યો છે.
૨૬ ઑગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મનું શૂટિંગ કન્નડા અને અંગ્રેજી બન્ને ભાષામાં એકસાથે કરવામાં આવ્યું હતું; જ્યારે એને હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમમાં ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મની અંગ્રેજી આવૃત્તિ ભારતમાં ૪ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. જોકે રિપોર્ટ મુજબ નબળા પ્રતિસાદને કારણે ફિલ્મની અંગ્રેજી આવૃત્તિને હવે માત્ર એક જ અઠવાડિયામાં સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી છે અને એણે પહેલા અઠવાડિયામાં કુલ ૩.૧૬ લાખ રૂપિયાની જ કમાણી કરી હતી.

toxic box office indian films south indian film indian cinema yash naveen kumar gowda kiara advani Tara Sutaria huma qureshi nayanthara entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood