28 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના ૧૫ જેટલા કલાકારોએ ગુજરાત વિધાનસભામાં જઈને ગૃહમાં ચાલતી કાર્યવાહી જોઈ હતી.
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના ૧૫ જેટલા કલાકારોએ ગુજરાત વિધાનસભામાં જઈને ગૃહમાં ચાલતી કાર્યવાહી જોઈ હતી.
સિદ્ધાર્થ રાંદેરિયા, મલ્હાર ઠાકર, પૂજા જોશી, જાનકી બોડીવાલા, આરોહી પટેલ, ભવ્ય ગાંધી, ચેતન ધનાણી, મિત્ર ગઢવી, હિતેનકુમાર, હિતુ કનોડિયા, મોના થીબા, યશ સોની, મોનલ ગજ્જર સહિતના ગુજરાતી ફિલ્મ અને થિયેટરના કલાકારો ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રેક્ષક ગૅલરીમાં બેસીને પ્રશ્નોત્તરીની કાર્યવાહી જોઈ હતી. વિધાનસભાની કાર્યવાહી જોયા બાદ મીડિયા સાથે વાત કરતાં સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું હતું કે ‘ક્યારેય અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી. લગભગ મોટા ભાગના બધાએ પહેલી વારનો અનુભવ કર્યો, ખૂબ મજા આવી અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિનની સરકાર કહીએ છીએ એનો પ્રત્યક્ષ અનુભવ થયો.’