ઇન્ડોનેશિયાથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં ગુરમીતે

02 June, 2021 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાનું ફાઉન્ડેશન શરૂ કરી તેણે એના દ્વારા લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે

ગુરમીત ચૌધરી

ગુરમીત ચૌધરીએ પોતાનું ફાઉન્ડેશન શરૂ કરીને એના દ્વારા લોકોને મદદ કરાવાનું નક્કી કર્યું છે. ધ ગુરમીત ચૌધરી ફાઉન્ડેશને ઇન્ડોનેશિયાથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં છે. કોરોના વાઇરસના બીજા ફેઝમાં લોકોને ઑક્સિજનની ખૂબ જ તકલીફ પડી રહી છે અને એથી જ તેણે આ મશીન મગાવ્યાં છે. આ વિશે વાત કરતાં ગુરમીતે કહ્યું હતું કે ‘ધ ગુરમીત ચૌધરી ફાઉન્ડેશન આ વાઇરસની સામે દેશને એમ્પાવર કરવાની સાથે લોકોની હેલ્થકૅર સિસ્ટમને પણ વધુ સારી બનાવવાની કોશિશ કરી રહ્યું છે. મારા આ લક્ષ્યને પહોંચી વળવા મેં એ તરફ કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ માટે હું ઇન્ડિયા ક્લબ ઑફ જકાર્તાનો આભાર માનું છું. તેમણે મને આ માટે ખૂબ જ મદદ કરી હતી. ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સને ઇન્ડિયાના નાનકડાથી નાનકડા ગામમાં પણ મોકલવામાં આવશે. રિસોર્સિસની કમીને કારણે જે નાનકડાં શહેર અને ગામડાંઓ આ મહામારીનો ભોગ બની રહ્યાં છે એમના સુધી મારે પહોંચવું છે.’

coronavirus covid19 entertainment news indian television television news gurmeet choudhary