સુરતમાં એક જ અપાર્ટમેન્ટમાં કોરોનાના ૯ કેસ મળતા દોડધામ

26 September, 2021 11:41 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અઠવા વિસ્તારમાં આવેલા આ બિલ્ડિંગને નિયં​ત્રિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાંથી કોરોના ધીરે-ધીરે વિદાય લઈ રહ્યો છે તેવા સંજોગોમાં ડાયમંડ સિટી સુરતમાં જાણે કે કોરોનાએ રિ-એન્ટ્રી લીધી હોય તેમ અઠવા વિસ્તારના એક અપાર્ટમેન્ટમાં કોરોનાના ૯ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું હતું અને આ અપાર્ટમેન્ટને નિયંત્રિત ઝોન જાહેર કર્યો હતો.
સુરતના અઠવા વિસ્તારમાં આવેલા મેઘમયુર અપાર્ટમેન્ટમાં રહેતા રહીશો પૈકી ૯ રહીશોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાવાળાઓને આ બાબતની જાણ થતાં આ અપાર્ટમેન્ટને નિયંત્રિત ઝોન જાહેર કર્યો છે અને તમામ ૯ વ્યક્તિઓને હૉમ ક્વૉરન્ટીન કરાઈ છે. 
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડે. મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) ડૉ. આશિષ નાયકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ચાર દિવસમાં ૮ કેસ સાથે કુલ ૯ કેસ નોંધાયા છે. આ અપાર્ટમેન્ટને ક્લસ્ટર ડિકલેર કરાયું છે. 

gujarat news gujarat surat coronavirus covid vaccine covid19