ગુજરાતનાં ૩૦ જૂન સુધીમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ કરનારાઓ માટે વૅક્સિન ફરજિયાત

25 June, 2021 11:51 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈ કાલે મળેલી કોર કમિટીમાં રાહત આપતાં નિર્ણય લેવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વચ્ચે ગઈ કાલે ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ૧૮ શહેરોમાં વ્યાવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે ૩૦ જૂન સુધીમાં, જ્યારે અન્ય તમામ વિસ્તારોમાં ૧૦ જુલાઈ સુધીમાં વૅક્સિન ફરજિયાત લેવાની રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગઈ કાલે મળેલી કોર કમિટીમાં રાહત આપતાં નિર્ણય લેવામાં આવ્યા છે. ૩૬માંથી ૧૮ શહેરોમાં કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે, જ્યારે અંતિમ ક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ આપવામાં આવી છે. સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, ઑડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. ૧૮ શહેરોમાં રેસ્ટોરાં, હોટેલો રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

coronavirus covid19 covid vaccine vaccination drive gujarat