અનાજ એને જ આપવું જોઈએ જેણે રસી મુકાવી હોય

22 June, 2021 11:40 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતના પ્રધાન યોગેશ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન

યોગેશ પટેલ

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં રસીકરણના અભિયાને વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત સરકારના નર્મદા તથા શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે ગઈ કાલે રસીકરણના મુદ્દે કરેલા નિવેદનથી આશ્ચર્ય સર્જાયું હતું.

કેટલાક લોકો, કેટલાક વર્ગ છે જે અફવાઓથી પ્રેરાય છે અને રસી નથી લઈ રહ્યા એવા લોકોને તમે શું અપીલ કરવા માગશો? એવા એક પ્રશ્નના જવાબમાં યોગેશ પટેલે મીડિયાને કહ્યું હતું કે અમારા નવા કલેક્ટરને કહેવાનો છું કે આપણે કંઈક એક નવી યોજના ઘડીએ.

હું મુખ્ય પ્રધાનને કહેવાનો છું કે આપણે ભારત સરકાર મારફત દિવાળી સુધી મફત અનાજ આપવાનું છે તો અનાજ એને જ આપવું જોઈએ જેણે રસી મુકાવી હોય, એવી વાત હું મુખ્ય પ્રધાનને કરવાનો છું.

gujarat gujarat news coronavirus covid19 covid vaccine vaccination drive