25 July, 2025 11:19 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિરમાં આખા શ્રાવણ માસ દરમ્યાન જસદણ અને વીંછિયા તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકોને ચાલુ શાળાએ VVIP માટે ભોજન-સંચાલનની જવાબદારી સોંપાતાં વિરોધ ઊઠ્યો છે. વિરોધ થતાં અને પરિપત્ર ધ્યાનમાં આવતાં ગુજરાતના રાજ્ય શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ આ જવાબદારીને અયોગ્ય ઠેરવીને પરિપત્ર તાત્કાલિક રદ કરવાની સૂચના આપી હતી.