29 July, 2025 10:03 AM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
સિનિયર સિટિઝનો અને દિવ્યાંગજનો માટે ગૉલ્ફ કાર્ટની સુવિધા શરૂ
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરમાં હવે સિનિયર સિટિઝનો અને દિવ્યાંગજનો માટે દેવાધિદેવ સોમનાથદાદાનાં દર્શન કરવાનું વધુ સરળ બનશે. ગઈ કાલે સોમનાથમાં તેમના માટે ગૉલ્ફ કાર્ટની સુવિધા શરૂ થઈ છે. શ્રાવણના પહેલા જ સોમવારે ભગવાન સોમનાથનાં દર્શન માટે આવેલા સિનિયર સિટિઝનોએ આ સુવિધાનો લાભ લીધો હતો. સોમનાથ મંદિર પરિસરમાં સ્વાગત કક્ષ પાસેથી મંદિર સુધી ગૉલ્ફ કાર્ટમાં બેસાડીને લઈ જવાશે.