ગુજરાતમાં વૅક્સિનની પ્રક્રિયામાં વેગ

05 June, 2021 10:06 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧,૮૯,૬૩૬ લોકોને અપાયો પ્રથમ ડોઝ: પાટણ, પાલનપુર, નવસારી, ધોરાજી, બોટાદમાં યંગસ્ટર્સનો ભારે ધસારો થયો

અમદાવાદ જિલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ માટે આવેલા લોકોની લાઇન લાગી હતી, ૧૮-૪૫ વયજૂથના લોકોમાં યંગસ્ટર્સની સંખ્યા વધુ હતી

કોરોનાના કારણે લોકો જાગૃત થતાં ગુજરાતમાં રસીકરણની પ્રક્રિયામાં વેગ આવ્યો છે. ગઈ કાલથી ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને કોરોનાની વૅક્સિન આપવાની શરૂઆત કરવામાં આવતાં પહેલા જ દિવસથી અમદાવાદ જિલ્લા સહિતના ગુજરાતના જિલ્લાઓમાં રસી લેવા માટે ખાસ કરીને યંગસ્ટર્સે ધસારો કર્યો હતો.

ગુજરાતમાં ૧૮થી ૪૫ વર્ષની ઉંમરના ૧,૮૯,૬૩૬ લોકોને ગઈ કાલે રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો.

અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાઓમાં આવેલા ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સાઇટ પરથી રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં રોજના ૬ હજાર લોકોને વિના મૂલ્યે રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અમદાવાદ સહિત પાટણ, પાલનપુર, નવસારી, ધોરાજી, બોટાદ સહિતના જિલ્લાઓમાં કોરોનાની રસી લેવા માટે યંગસ્ટર્સનો ધસારો થયો હતો.

1120 - ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના કુલ આટલા કેસ નોંધાયા અને ૧૬ જણના મૃત્યુ થયા. અમદાવાદમાં નવા કેસની સંખ્યા ૧૭૬ અને વડોદરા શહેરમાં ૧૩૪ હતી.

gujarat gujarat news ahmedabad coronavirus covid19 covid vaccine vaccination drive