ચીનની લૅબમાંથી જ લીક થયો હતો કોરોના વાઇરસ

03 August, 2021 12:40 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

ચીનના વુહાનમાં આવેલી લેબ જ્યાંથી કોરોના વાઇરસ લીક થયો હોવાનું મનાય છે

ચીનના વુહાનમાં આવેલી લૅબમાંથી સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાઇરસ લીક થયો હોવાનું અમેરિકાની રિપબ્લિકન પાર્ટીઅે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવતાં ઉમેર્યું હતું કે જોકે અમેરિકાની ગુપ્ચતર સંસ્થાઓએ આ મામલે હજી કોઈ સાબિતી આપી નથી. રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને ચીની નિષ્ણાતો દ્વારા નાણાકીય સહાય મેળવનાર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીના વૈજ્ઞાનિકોએ જ માણસને અસર કરે એવો કોરોના વાઇરસ બનાવ્યો હતો. 
રિપબ્લિકનના પ્રતિનિધિ માઇક મૅકોલે કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં ૪૪ લાખ લોકોનાં મરણ માટે જવાબદાર કોવિડ-19 વાઇરસની ઉત્પત્તિ વિશે તપાસ થવી જરૂરી છે. ચીને જોકે આ વાતને નકારી કાઢી હતી. તેમ જ તપાસમાં કોઈ ઢાંકપિછોડો કરી રહ્યા હોવાના આરોપોને પણ રદિયો આપ્યો હતો. કેટલાક નિષ્ણાતોનું એવું માનવું છે કે વુહાન નજીક આવેલી મચ્છી માર્કેટને કારણે આ વાઇરસ પ્રાણીઓમાં દાખલ થયો હતો. અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ગયા એપ્રિલમાં એ વાત સાથે સંમતિ દર્શાવી હતી કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે એવું કહી શકાય કે આ વાઇરસ માનવ નિર્મિત નથી.વૉશિંગ્ટન : ચીનના વુહાનમાં આવેલી લૅબમાંથી સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાઇરસ લીક થયો હોવાનું અમેરિકાની રિપબ્લિકન પાર્ટીઅે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવતાં ઉમેર્યું હતું કે જોકે અમેરિકાની ગુપ્ચતર સંસ્થાઓએ આ મામલે હજી કોઈ સાબિતી આપી નથી. રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમેરિકા અને ચીની નિષ્ણાતો દ્વારા નાણાકીય સહાય મેળવનાર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજીના વૈજ્ઞાનિકોએ જ માણસને અસર કરે એવો કોરોના વાઇરસ બનાવ્યો હતો. 
રિપબ્લિકનના પ્રતિનિધિ માઇક મૅકોલે કહ્યું હતું કે સમગ્ર દુનિયામાં ૪૪ લાખ લોકોનાં મરણ માટે જવાબદાર કોવિડ-19 વાઇરસની ઉત્પત્તિ વિશે તપાસ થવી જરૂરી છે. ચીને જોકે આ વાતને નકારી કાઢી હતી. તેમ જ તપાસમાં કોઈ ઢાંકપિછોડો કરી રહ્યા હોવાના આરોપોને પણ રદિયો આપ્યો હતો. કેટલાક નિષ્ણાતોનું એવું માનવું છે કે વુહાન નજીક આવેલી મચ્છી માર્કેટને કારણે આ વાઇરસ પ્રાણીઓમાં દાખલ થયો હતો. અમેરિકાની ગુપ્તચર એજન્સીએ ગયા એપ્રિલમાં એ વાત સાથે સંમતિ દર્શાવી હતી કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે એવું કહી શકાય કે આ વાઇરસ માનવ નિર્મિત નથી.

coronavirus covid19 international news united states of america china