ચીનમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું : ગ્વાંગઝાઉમાં રોજના 20 કેસ નોંધાય છે

03 June, 2021 12:46 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનમાં કોરોનાના ઇન્ફેક્શનના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે અને ખાસ કરીને ​દ​ક્ષિણી પ્રાંત ગ્વાંગડૉન્ગના પાટનગર ગ્વાંગઝાઉમાં સ્થિતિ ચિંતાજનક છે.

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોનાના ઇન્ફેક્શનના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે અને ખાસ કરીને ​દ​ક્ષિણી પ્રાંત ગ્વાંગડૉન્ગના પાટનગર ગ્વાંગઝાઉમાં સ્થિતિ ચિંતાજનક છે. ગ્વાંગઝાઉમાં રોગચાળાનું ક્લસ્ટર ફેલાઈ રહ્યું છે. એ રીતે ફેલાવો વધે અને રોગચાળો વ્યાપક બને તો ચીનમાં ‘ન્યુ વેવ ઑફ કોરોના’ની શક્યતા રહે છે. ગ્વાંગઝાઉ શહેર ચીનમાં વેપાર-ઉદ્યોગ તથા અન્ય પ્રવૃત્તિનું મહત્ત્વનું મથક છે. એ શહેરમાં સ્થાનિક સ્તરે ચેપ લાગવાને કારણે કોરોનાના ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. જોકે ‘ન્યુ વેવ’માં કોઈ દરદીનું મૃત્યુ થયું નથી.

એ શહેરી વિસ્તારમાં પહેલી જૂને દિવસ દરમ્યાન કોરોનાના ઇન્ફેક્શનના ૨૪ નવા કેસ નોંધાયા હતા. આગલા દિવસે ૨૩ કેસ નોંધાયા હતા. ૨૦૧૯માં ચીનના વુહાનમાં પહેલી વાર કોરોનાવાઇરસ ફેલાવાનો શરૂ થયા બાદ વિશ્વના એક પછી એક દેશ એ રોગચાળાના ભરડામાં આવતા 
ગયા હતા.

ગ્વાંગઝાઉમાં ૨૪ કેસમાંથી ૧૪ બહારગામથી આવેલા લોકોના અને ૧૦ કેસ ગ્વાંગડૉન્ગ પ્રાંતના સ્થાનિક લોકોના હતા. ગ્વાંગડૉન્ગ પ્રાંતના ૧૦ કેસમાંથી ૭ કેસ ગ્વાંગઝાઉ શહેરના અને ત્રણ ફોશાન શહેરના છે. ચાઇનીઝ નૅશનલ હેલ્થ કમિશને સ્વાંગડૉન્ગમાં સ્પેશ્યલ ટીમ મોકલી છે. કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મે મહિનામાં વિવિધ પ્રાંતોમાં સ્થાનિક સૂત્રો દ્વારા કોરોનાનું ઇન્ફેક્શન લાગવાના ૫૦ કેસ નોંધાયા હતા.  

beijing china guangzhou coronavirus covid19