ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરકારક છે કોવિશીલ્ડ

22 October, 2021 10:21 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

સ્કૉટલૅન્ડમાં કુલ ૫૪ લાખ લોકોના ડેટાનું વિશ્લેષણ હાથ ધર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

કોવિશીલ્ડ અને ફાઇઝર કોવિડ-19 રસીના બે ડોઝ સાર્સ-કોવી-ટૂ વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટથી થતા મૃત્યુ સામે ૯૦ ટકા રક્ષણ પૂરું પાડે છે, એમ ગઈ કાલે ન્યુ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું.

સ્કૉટલૅન્ડના ઇવ-ટૂ કોવિડ-19 સર્વેલન્સ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલા દેશના આ પ્રથમ અભ્યાસમાં ડેલ્ટા વેરિઅન્ટથી થતા મૃત્યુને રોકવામાં કઈ રસી કેટલી અસરકારક છે, એનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

એડિનબર્ગ અને સ્ટ્રેથક્લાઇડ અને પબ્લિક હેલ્થ સ્કૉટલૅન્ડની યુનિવર્સિટીની રિસર્ચ ટીમે ૧ એપ્રિલથી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ વચ્ચેના સમયગાળામાં સ્કૉટલૅન્ડમાં કુલ ૫૪ લાખ લોકોના ડેટાનું વિશ્લેષણ હાથ ધર્યું હતું.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ફાઇઝર બાયોએનટેક રસી ૯૧ ટકા જ્યારે કે કોવિશીલ્ડ વૅક્સિનના બે ડોઝ ૯૦ ટકા અસરકારક છે.

international news scotland coronavirus covid19 covid vaccine vaccination drive