૧૨થી ૧૭ વર્ષનાઓ માટેની મૉડર્ના-રસીને યુરોપમાં મંજૂરી

25 July, 2021 01:19 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૪ અઠવાડિયાને અંતરે આ વૅક્સિનના પણ બે ડોઝ આપવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં ફરી એક વાર કોરોના કેસ વધવા માંડ્યા છે. આવી સ્થિતિમાં મોટા ભાગના દેશો યુદ્ધના ધોરણે વૅક્સિનેશનમાં રોકાયેલા છે. હાલમાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને વૅક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બાળકો પર હજી પણ વાઇરસનું જોખમ તોળાઈ રહ્યું છે. હવે આ મામલે એક સારા સમાચાર સામે આવ્યા છે. યુરોપિયન યુનિયનની ટોચની તબીબી સંસ્થાએ ૧૨-૧૭ વર્ષની વયનાં બાળકો માટે મૉડર્નાની કોરોના વૅક્સિનને મંજૂરી આપી છે. આ પહેલાં યુરોપિયન મેડિસિન એજન્સીએ મે મહિનાની શરૂઆતમાં આ વયજૂથ માટે ફાઇઝરને મંજૂરી આપી હતી.

ઇએમએએ કહ્યું હતું કે ૧૨થી ૧૭ વર્ષની વયનાં બાળકો માટે સ્પાઇકવેક્સ વૅક્સિનનો ઉપયોગ ૧૮ વર્ષ અને એથી વધુ વયના લોકોની જેમ જ કરવામાં આવશે. વૅક્સિનના બે ડોઝ આપવામાં આવશે. તેમની વચ્ચે ફક્ત ૪ અઠવાડિયાંનું અંતર રાખવામાં આવશે.

international news coronavirus covid19 covid vaccine vaccination drive london