Omicronથી વધારે જોખમી હશે આગામી કોવિડ વેરિએન્ટ, WHOએ આપી ચેતવણી

26 January, 2022 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાવાયરસનું આગામી વેરિએન્ટ ઑમિક્રૉનથી ખૂબ જ વધારે સંક્રામક હોઈ શકે છે, પણ હકિકતે વૈજ્ઞાનિકોને એ જણાવવાની જરૂર છે કે આગામી વેરિએન્ટ જીવલેણ હશે કે નહીં.

ફાઇલ તસવીર

Coronavirus: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ અધિકારીઓએ મંગળવારે કહ્યું કે કોરોનાવાયરસનું આગામી વેરિએન્ટ ઑમિક્રૉનથી ખૂબ જ વધારે સંક્રામક હોઈ શકે છે, પણ હકિકતે વૈજ્ઞાનિકોને એ જણાવવાની જરૂર છે કે આગામી વેરિએન્ટ જીવલેણ હશે કે નહીં.

કોરોનાવાયરસને નવું ઑમિક્રૉન વેરિએન્ટ છેલ્લા ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઓછું જોખમી છે. હવે વૈજ્ઞાનિકોએ કોવિડના આગામી સ્ટ્રેનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓએ મંગળવારે કહ્યું કે કોરોના વાયરસના આગામી વેરિએન્ટ ઓમિક્રૉનથી ખૂબ જ વધારે સંક્રમક હોઈ શકે છે, પણ હકિકતે વૈજ્ઞાનિકોને એ જણાવવાની જરૂર છે કે આગામી વેરિએન્ટ જીવલેણ હશે કે નહીં.

WHOમાં કોવિડ-19ની ટેક્નિકલ પ્રમુખ મારિયા વેન કેખોર્વે સોશિયલ મીડિયા ચેનલ્સ પર એક લાઇવ ચર્ચામાં કહ્યું, "હેલ્થ બૉડીએ છેલ્લા અઠવાડિયામાં લગભગ 2 કરોડ 10 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. ઝડપથી ફેલાતા ઑમિક્રૉન વેરિએન્ચના અઠવાડિયાના આ નવા કેસે પણ આ નવું વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યું છે." જો કે આ છેલ્લા બધા વેરિએન્ટ્સ જેટલું જોખમી નથી, જેના આવતા જ હૉસ્પિટલમાં દર્દીઓની ભીડ વધવા લાગી હતી.

વૈન કેખોર્વે કહ્યું, "આગામી વેરિએન્ટ ઑફ કન્સર્ન વધારે તાકતવર હશે. આનો અર્થ એ છે કે આનું ટ્રાન્સમિશન રેટ વધારે હશે અને આ આખા વિશ્વમાં ફેલાતા હાલના વેરિએન્ટને પાછળ છોડી દેશે. એક મોટો પ્રશ્ન એ છે કે ભવિષ્માં આવનારા વેરિએન્ટ્સ વધારે ઘાતક હશે કે નહીં." એક્સપર્ટે એવી થિયરીઝ પર વિશ્વાસ કરનારાને ચેતવણી આપી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વાયરસ સમય સાથે સામાન્ય સ્ટ્રેનમાં મ્યૂટેટ થશે અને લોકો છેલ્લા વેરિએન્ટ્સની તુલનામાં ઓછા બીમાર પડશે. 

તેમણે કહ્યું કે, "અમે આગામી વેરિએન્ટના સામાન્ય હોવાની આશા કરી શકે છે. પણ હકિકતે એવું હશે, આની કોઈ ગેરન્ટી નથી. આથી લોકોએ કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવાની જરૂર છે. આ સિવાય, કોવિડનો આગામી મ્યૂટેટ વેરિએન્ટ વેક્સિીન પ્રૉટેક્શનથી બચવામાં વધારે માહેર હોઈ શકે છે. આ વેક્સિનથી બનતી ઇમ્યૂનિટીને પ્રભાવિત કરી શકે છે."

ફાઇઝર અને બાયોએન્ડટેકે મંગળવારે કોવિડ વેક્સિની ટેસ્ટિંગ શરૂ કરી છે જે મુખ્ય રૂપે ઑમિક્રૉનને ટારગેટ કરે છે, કારણકે વૈજ્ઞાનિક આ વાતથી ચિંતાગ્રસ્ત હતા કે નવા વેરિએન્ટથી થનારા ઇન્ફેક્શન અને સામાન્ય બીમારી વિરુદ્ધ હાલના વેક્સિન શૉ પ્રભાવી નથી. યૂએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શને એક સ્ટડીમાં છેલ્લા અઠવાડિયે ખબર પડી કે વેક્સિનનો બૂસ્ટર ડૉઝ મૂકાવાના 14 દિવસ પછી હૉસ્પિટલાઇઝેશનનું જોખમ 90 ટકા ઓછું થઈ ગયું છે.

WHOના અધિકારીએ કહ્યું કે આ વખતે વિશ્વના અનેક દેશોમાં ઑમિક્રૉન પીક પર છે અને અનેક દેશોમાં વધી રહ્યું છે. વેન કેખૉર્ને લોકોને આગ્રહ કરતા કહ્યું કે તમને હંમેશ માટે માસ્ક પહેરવાની જરૂર નથી. તમને હંમેશ માટે ફિઝિકલ ડિસ્ટેન્સ મેન્ટન કરવાની પણ જરૂર નથી. પણ હાલની સ્થિતિ જોતા એવું કરવાનું રહેશે.

WHOના આપાતકાલીન કાર્યક્રમોના નિદેશક ડૉ. માઇક રિયાને કહ્યું કે એક પેટર્નમાં સેટ થતાં પહેલા વાયરસનો વિકાસ જળવાયેલો રહેશે. આ કોઇ સીઝનલ બીમારી બનીને અટકી શકે છે અથવા નબળા વર્ગના લોકો માટે જોખમ બની શકે છે. તેમણે કહ્યું કે સૌથી મોટી મુશ્કેલી કોવિડને લઈને ચોક્કસ રીતે કંઇ કહી શકાતું નથી તે છે.

international news world health organization Omicron Variant coronavirus covid19 national news