ઑમિક્રૉન સામે જંગ માટે બૂસ્ટર ડૉઝ નહીં, વિશ્વને જરૂર છે નવી વેક્સિનની- WHO

12 January, 2022 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વમાં ઑમિક્રૉન વેરિએન્ટની લહેર વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોનાના આ નવા વેરિએન્ટ સામે લડવા માટે આપણને બૂસ્ટર નહીં પણ એક નવી વેક્સિનની જરૂર છે.

ફાઇલ તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું કે વિશ્વમાં કોરોના વેક્સિનને ઑમિક્રૉન વેરિએન્ટ વિરુદ્ધ સતત રક્ષણ આપવા માટે વધુ પ્રબાવી બનાવવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓના ટેક્નિકલ સલાહકાર સમૂહ અને 18 વિશેષજ્ઞોના એક સમૂહે કોરોના વેક્સિનના કંપોઝિશન પર મંગળવારે કહ્યું કે હાલની વેક્સિન ગંભીર બીમારી અને વેરિએન્ટ ઑફ કન્સર્નને કારમે થવારા નિધન વિરુદ્ધ ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રદાન કરી રહી છે. આપણે ભવિષ્યમાં એવી વેક્સિનને વિકસિત કરવાની જરૂર છે, જે સંક્રમણને અટકાવી શકે.

સંસ્થાએ કહ્યું કે આ દરમિયાન, કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિનના ડૉઝને વધારે પ્રભાવી બનાવાની જરૂર છે, જેથી વાયરસને ફેલતો અટકાવી શકાય. ડબ્લ્યૂએચઓએ કહ્યું, આ પ્રકારના કમ્પૉઝિશનની જરૂર છે, જે અનુવંશિક અને પ્રતિજન રીતે ઝડપથી ફેલાતા વેરિએન્ટની નજીક છે, જે સતત બૂસ્ટર ડૉઝની આવશ્યકતાને ઘટાડે અને વ્યાપક, મજબૂત અને ઘણાં સમય સુધી ચાલનારી પ્રતિક્રિયાઓ આપે.

ઑમિક્રૉન, તેના ડેલ્ટા વેરિએન્ટથી ઝડપી ગતિએ વધી રહ્યો છે
વિશેષજ્ઞોએ કોરોના વેક્સિન નિર્માતાઓને વર્તમાન અને ઑમિક્રોન - ખાસ વેક્સિનના પ્રદર્શન પર ડેટા આપવા માટે પ્રૉત્સાહિત કર્યા છે, જેથી તે નક્કી કરવામાં મદદ મળી શકે કે વેક્સિન કંપોઝિશનમાં ફેરફારની જરૂર ક્યારે પડી શકે છે. ઑમિક્રૉન વેરિએન્ટના સંબંધે, વિશેષજ્ઞોએ હાલની વેક્સિનને વ્યાપક વૈશ્વિક પહોંચના મહત્વ પર દબાણ આપ્યું છે.

WHOએ એ પણ કહ્યું છે કે કોરોના વાયરસના ઑમિક્રૉન વેરિએન્ટ, તેના ડેલ્ટા વેરિએન્ટથી વધારે ઝડપી રીતે આગળ ધપી રહ્યો છે અને આખા વિશ્વમાં આ વેરિએન્ટના કેસ હવે વધારે સામે આવી રહ્યા છે. ડબ્લ્યૂએચઓના એક વરિષ્ઠ અધિકારીએ આ સંબંધે ચેતવ્યા છે. વૈશ્વિક સ્વાસ્થ્ય એજન્સીના અધિકારીએ ચેતવ્યા છે કે આ વાતના `સાક્ષ્ય વધી રહ્યા છે.`કે ઑમિક્રૉન પ્રતિરક્ષા શક્તિથી બચીને નીકળી શકે છે પણ અન્ય વેરિએન્ટની તુલનામાં આ બીમારીની ગંભીરતા ઓછી છે.

ઑમિક્રૉનને કારણે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાવવાનો વારો આવી રહ્યો છે
WHOઓમાં સંક્રામક રોગ મહામારી વિજ્ઞાની તેમજ `કોવિડ-19 ટેક્નિકલ લીડ` મારિયા વાન કેરખોવે મંગળવારે કહ્યું કે કેટલાક દેશોમાં ઑમિક્રૉનના ડેલ્ટા પર હાવી થવામાં સમય લાગી શકે છે કારણ કે તે દેશોમાં ડેલ્ટા વેરિએન્ટના પ્રસારના સ્તર પર નિર્ભર કરશે. કેરખોવે ઑનલાઇન પ્રશ્નોત્તર સત્ર દરમિયાન કહ્યું, "ઑમિક્રૉન તે બધા જ દેશોમાં મળ્યા છે જ્યાં જીનોમ અનુક્રમણની ટેક્નિક સારી છે અને સંભવતઃ આ વિશ્વના બધા દેશમાં હાજર છે. આનો ફેલાવો, ખૂબ જ ઝડપથી ડેલ્ટાથી વધારે આગળ નીકળી રહ્યો છે. અને આથી ઑમિક્રૉન હાવી થનારો વેરિએન્ટ બની રહ્યો છે જેના કેસ સામે આવી રહ્યા છે."

તેમણે આ વિશે પણ ચેતવ્યા કે ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ભલે ઑમિક્રૉનથી બીમારીના ઓછા ગંભીર હોવાને લઈને કેટલીક માહિતી છે, પણ `આ સામાન્ય બીમારી નથી` કારણકે `ઑમિક્રૉનને કારણે પણ લોકોને હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો આવી રહ્યો છે.` ડબ્લ્યૂએચઓ તરફથી જાહેર કોવિડ-19 સાપ્તાહિક મહામારીના પહેલાના આંકડાઓ પ્રમાણે ત્રણથી નવ જાન્યુઆરીવાળા અઠવાડિયામાં વિશ્વમાં કોવિડના 1.5 કરોડ નવા કેસ સામે આવ્યા છે જે પહેલા અઠવાડિયાની તુલનામાં 55 ટકા વધારે છે જ્યારે લગભગ 95 લાખ કેસ સામે આવ્યા હતા. ગયા અઠવાડિયે લગભગ 43,000 દર્દીઓના મૃત્યુના કેસ સામે આવ્યા હતા. નવ જાન્યુઆરી સુધી કોવિડ-19ના 30.40 કરોડથી વધારે કેસ સામે આવી ચૂક્યા હતા અને 54 લાખથી વધારે લોકોની સંક્રમણ થકી મૃત્યુ થઈ ચૂક્યા હતા.

world health organization international news coronavirus covid19 covid vaccine Omicron Variant