કરે કોઈ ભરે કોઈ

03 June, 2021 12:36 PM IST  |  United Nations | Agency

કોરોના ચીનમાં પેદા થયો અને હવે ડબ્લ્યુએચઓ કહે છે, ‘ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટે 62 દેશોને ચિંતા કરાવી’

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ.)એ કહ્યું છે કે ભારતમાં પહેલી વાર જોવા મળેલા બી.૧.૬૧૭ કોવિડ-૧૯ વેરિઅન્ટના ત્રણમાંનો એક સ્ટ્રેન બી.૧.૬૧૭.૨ સૌથી વધુ ચિંતા કરાવનારો છે. આ વેરિઅન્ટ સત્તાવાર રીતે ડેલ્ટા વેરિઅન્ટ તરીકે ઓળખાય છે અને પહેલી જૂન સુધીમાં એ વેરિઅન્ટના કેસ ૬૨ દેશોમાં નોંધાયા છે.’

‘ઇન્ડિયન વેરિઅન્ટ’ નામે પણ ઇંગ્લૅન્ડ સહિત કેટલાક દેશોમાં ભારતને સાંકળી લેવામાં આવી રહ્યું છે. ત્રણમાંના બાકીના બે સ્ટ્રેનનો ફેલાવો ખૂબ નીચા સ્તરે જોવા મળ્યો છે, પણ ડેલ્ટા વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. આ બાકીના બે સ્ટ્રેન બી.૧.૬૧૭.૧ તથા બી.૧.૬૧૭.૩ તરીકે ઓળખાય છે.

ડબ્લ્યુ.એચ.ઓ.એ આ ચિંતાજનક બાબતો કોવિડ-૧૯ વીકલી એપિડેમાયોલૉજિકલ અપડેટમાં વ્યક્ત કરી છે. એમાં કહેવાયું છે કે સૌથી વધુ અને સૌથી વ્યાપક સ્તરે હાનિ બી.૧.૬૧૭.૨થી થઈ શકે. થોડા દિવસથી આ વિશ્વ સંસ્થાએ કોવિડ સંબંધિત વેરિઅન્ટને ગ્રીક આલ્ફાબેટ (આલ્ફા, બીટા, ગૅમા, ડેલ્ટા વગેરે) નામ આપતી સિસ્ટમ અપનાવી છે.

united nations coronavirus covid19 covid vaccine vaccination drive world health organization