ફાન્સનો પ્રવાસ હવે સરળ થયો છે, કૉવિશીલ્ડ લેનારાને પ્રવેશની મંજૂરી

18 July, 2021 11:44 AM IST  |  Paris | Agency

વિવિધ દેશોના નિયમોમાં અસમાનતાની અસર ઉનાળુ પ્રવાસ સીઝન પર જોવા મળી હતી. 

ફાન્સનો પ્રવાસ હવે સરળ થયો છે, કૉવિશીલ્ડ લેનારાને પ્રવેશની મંજૂરી

પૅરિસ : (એ.પી.) ફ્રાન્સ રવિવારથી ભારતમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન લેનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપશે. આ સાથે જ ફ્રાન્સ કોરોના વાઇરસના ડેલ્ટા વેરિઅન્ટનો પ્રસાર રોકવા તેમ જ હૉસ્પિટલોને સુરક્ષિત રાખવા તેની સરહદ પરનો જાપ્તો કડક બનાવી રહ્યું છે, યુરોપિયન યુનિયન દ્વારા યુરોપમાં ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા વૅક્સિન લીધાનું દર્શાવતા કોવિડ-19 સર્ટિફિકેટને માન્યતા આપવામાં આવતા હોવાની બાબતે વૈશ્વિક સ્તરે ઊહાપોહ મચ્યા બાદ ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદિત એસ્ટ્રાઝેનેકા વૅક્સિન ધરાવતા મુલાકાતીઓને પ્રવેશની મંજૂરી આપતું પગલું લેવામાં આવ્યું હતું. 
અનેક યુરોપિયન યુનિયન દેશો બ્રિટન અને આફ્રિકામાં માન્યતા ધરાવતી ભારતીય બનાવટની એસ્ટ્રાઝેનેકા વૅક્સિનને માન્યતા આપતા હતા. વિવિધ દેશોના નિયમોમાં અસમાનતાની અસર ઉનાળુ પ્રવાસ સીઝન પર જોવા મળી હતી. 
ફ્રાન્સ  યુરોપિયન ડ્રગ કન્ટ્રોલર દ્વારા માન્યતાપ્રાપ્ત ફાઇઝર-બાયોએનટેક, મોડર્ના, જોન્સન અૅન્ડ જોન્સન તથા એસ્ટ્રાઝેનેકા દ્વારા ઉત્પાદિત ચીની અને રશિયન વૅક્સિનને જ માન્યતા આપતું હતું. આજથી જોકે ફ્રાન્સ બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, ગ્રીસ કે સાયપ્રસથી ફ્રાન્સ આવનારા રસી ન લેનારા પ્રવાસીઓ માટે ૨૪ કલાક પહેલાંની નેગેટિવ ટેસ્ટ રજૂ કરવી આવશ્યક રહેશે.

coronavirus covid vaccine covid19 international news france