વૅક્સિન લીધા પછી પણ ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે?

04 June, 2021 02:12 PM IST  |  Washington | Agency

કોવિડ-19 વિરોધી વૅક્સિન લીધા પછી પણ ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે? જવાબ છે ના. કેટલાક અપવાદોને બાદ કરીએ તો વૅક્સિનેશન બાદ કોવિડ-19 ટેસ્ટિંગ જરૂરી કે ફરજિયાત નથી.

વૅક્સિન-બસ કલકત્તામાં ફેમસ- કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એક બસને જ વૅક્સિન સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. માછલી અને શાકભાજી વેચતા ફેરિયાઓ પોતાના ધંધાનું સ્થળ છોડી શકતા નથી તેથી એવા લોકોને રસી આપવા માટે આ બસ માર્કેટ એ​રિયામાં પહોંચી જાય છે. પી.ટી.આઇ.

કોવિડ-19 વિરોધી વૅક્સિન લીધા પછી પણ ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે? જવાબ છે ના. કેટલાક અપવાદોને બાદ કરીએ તો વૅક્સિનેશન બાદ કોવિડ-19 ટેસ્ટિંગ જરૂરી કે ફરજિયાત નથી. 

યુ.એસ. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જો તમે વૅક્સિનેશનનો કોર્સ પૂરો કર્યો હોય (બન્ને ડોઝ લીધા હોય) તો તમે કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો તો પણ તમારે ટેસ્ટિંગ કરાવવું કે ક્વૉરન્ટીન થવું જરૂરી નથી, પરંતુ જો તાવ, કફ કે થાક લાગવા જેવા કોવિડ-19નાં લક્ષણો જણાય તો તમારે ટેસ્ટિંગ કરાવવું જ જોઈએ. સુધારિત માર્ગદર્શિકા મુજબ તાજેતરમાં કરાયેલા અભ્યાસ બાદ એમ જણાયું છે કે રસી લેનાર વ્યક્તિને આ ગંભીર બીમારી થવાના જોખમનું પ્રમાણ ઘણું ઓછું છે. જો તમે રસી લીધા પછી કોવિડ સંક્રમિત થાઓ છો તો પણ તમારા થકી અન્યને ચેપ લાગવાનું જોખમ ઓછું રહે છે. 

પરિણામે સીડીસીનું કહેવું છે કે રસીના બન્ને ડોઝ મેળવી ચૂકેલા લોકોને તેમના કાર્યસ્થળે સ્ક્રિનિંગમાંથી બાકાત રાખી શકાય છે. કોરોનાનો પ્રસાર વધી જવાના ભયને ધ્યાનમાં રાખતાં બેઘર લોકોનાં આશ્રયસ્થાનો કે જેલમાં રહેતા લોકો ઉપરાંત ડૉક્ટર્સ, નર્સ અને અન્ય હેલ્થકૅર વર્કર્સનું સ્ક્રિનિંગ કરાવવું પણ હિતાવહ છે.

washington coronavirus covid19 covid vaccine vaccination drive