13 July, 2024 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમાર ફરી કોરોનાગ્રસ્ત થયો છે એવા સમાચાર છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ જણાવ્યું છે કે વિશ્વમાં આજે પણ દર અઠવાડિયે કોવિડ-19થી આશરે ૧૭૦૦ લોકોનાં મૃત્યુ થાય છે. WHOના વડાના જણાવ્યા મુજબ ‘હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષની વયથી વધુના લોકોમાં રસીનું કવરેજ ઘટી રહ્યું છે. આથી આ લોકો હાઇએસ્ટ રિસ્ક કૅટેગરીમાં છે અને તેમણે તેમની છેલ્લી કોવિડ-19ની રસી લીધાના ૧૨ મહિનામાં ફરી રસી લેવી જોઈએ. વિશ્વમાં કોવિડ-19થી ૭૦ લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.’