ચોક્કસ પ્રકારના દરદીઓ માટે ઍન્ટિબૉડી સારવારની ડબ્લ્યુએચઓની ભલામણ

25 September, 2021 11:19 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

બીજા રોગીઓમાં ગંભીર કોવિડવાળા સેરોનેગેટિવ પેશન્ટ છે, જેમણે કોવિડ માટે ઍન્ટિબૉડી રિસ્પૉન્સ નથી આપ્યો

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ ગઈ કાલે કોવિડ-19ના દરદીઓનાં બે ચોક્કસ પ્રકારનાં જૂથો માટે બે ઍન્ટિબૉડીઝ કેસિરીવિમૅબ અને ઇમ્ડેવિમૅબની સંયુક્તપણે સારવારની ભલામણ કરી છે. સૌપ્રથમ ક્રમે ગંભીર ન હોય તેવા કોવિડ દરદીઓ છે જેઓ હૉસ્પિટલમાં દાખલ થવામાં સૌથી વધુ જોખમ ધરાવે છે. બીજા રોગીઓમાં ગંભીર કોવિડવાળા સેરોનેગેટિવ પેશન્ટ છે, જેમણે કોવિડ માટે ઍન્ટિબૉડી રિસ્પૉન્સ નથી આપ્યો. બન્ને પ્રકારની દવાનો જો એકસાથે ઉપયોગ કરવામાં આવે તો સાર્સ-કોવ-2 સ્પાઇક પ્રોટીન સાથે જોડાઈ જાય છે જેનાથી કોશિકાઓને સંક્રમિત કરવાની વાઇરસની ક્ષમતા બેઅસર થઈ જાય છે.

31382

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ અને ૩૧૮ મૃત્યુ નોંધાયા હતા.

international news coronavirus covid19 covid vaccine vaccination drive