ચીનમાં કોરાનાએ ઉછાળો મારતાં વુહાન મૅરથોન મોકૂફ

25 October, 2021 11:30 AM IST  |  Wuhan | Gujarati Mid-day Correspondent

ચીનમાં ગઈ કાલે સ્થાનિક કોવિડ-19ના ૨૬ નવા કેસ નોંધાયા હતા

ફાઈલ તસવીર

ચીનમાં ગઈ કાલના દિવસે યોજાનારી વુહાન મૅરથોન – ૨૦૨૧ને હાલપૂરતી પાછળ ઠેલવામાં આવી છે. વાસ્તવમાં ૨૦૨૨ બીજિંગ વિન્ટર ઑલિમ્પિક્સ પહેલાં ચીનમાં કોરોના વાઇરસ મહામારીએ ફરી ઉછાળો લેતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ચીનમાં ગઈ કાલે સ્થાનિક કોવિડ-19ના ૨૬ નવા કેસ નોંધાયા હતા. ઑલિમ્પિક્સ રમતોત્સવને શરૂ થવામાં લગભગ ૧૦૦ જેટલા દિવસ બાકી રહ્યા હોઈ મહામારીએ ફરી માથું ઉચકતા લોકોની સહનશક્તિ ખૂટી છે. 

એક તરફ સત્તાવાળાઓ રહેવાસીઓના સામૂહિક પરીક્ષણ અને લૉકડાઉન દ્વારા વાઇરસના ચેપને પ્રસરતો રોકવા દોડધામ કરી રહ્યા છે, જોકે અચાનક કેસમાં વધારો થતાં વુહાન મૅરથોનના આયોજકોએ ગયા અઠવાડિયાના અંતમાં બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોગચાળાને પ્રસરતો રોકવા મધ્ય ચીની શહેરમાં યોજાનારા વુહાન મૅરથોનના કાર્યક્રમને મુલતવી રાખવામાં આવશે.

international news coronavirus covid19 china