ભિવંડીમાં બુલેટ ટ્રેનના પિલર માટેના ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું થયું મોત

12 April, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોમવારે સાંજે આ ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

​મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના ભિવંડીના કોપર ગામમાં બની રહેલા ડેપોમાં પિલર માટે ખાડો ખોદવામાં આવ્યો છે. સોમવારે સાંજે આ ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું. એથી નારપોલી પોલીસે એ સાઇટ પર કામ કરતા કૉન્ટ્રૅક્ટર સામે બેદરકારી દાખવી મોત નીપજાવ્યું હોવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. સામા પક્ષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બનાવી રહેલા નૅશનલ હાઈ-સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)નું કહેવું છે કે ‘આ છોકરો પિલર માટે ખોદવામાં આવેલા ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડ્યો હતો. આ જગ્યાએ સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવામાં આવ્યાં હતાં તેમ જ કાળજી પણ રાખવામાં આવી હતી. અમે આ વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરીએ છીએ કે કામ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં બૅરિકેડ્સ લગાડેલા વિસ્તારની અંદર આવવું નહીં.’

bhiwandi bullet train mumbai mumbai news news mumbai railways mumbai metropolitan region development authority