આજથી બોરીવલી અને કાંદિવલી સ્ટેશન વચ્ચે ૩૫ કલાકનો મેજર બ્લૉક, કુલ ૧૬૩ લોકલ રદ રહેશે

26 April, 2025 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શનિવારે ૭૩ લોકલ ટ્રેનો અને રવિવારે ૯૦ લોકલ ટ્રેનો એમ કુલ ૧૬૩ લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. અમુક મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર રહેશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પશ્ચિમ રેલવેમાં રી-ગર્ડરિંગના કામ માટે બોરીવલી અને કાંદિવલી સ્ટેશન વચ્ચે શનિવારે ૨૬ એપ્રિલે બપોરે એક વાગ્યાથી રવિવારે રાતે બાર વાગ્યા સુધી ૩૫ કલાકનો મેજર બ્લૉક રહેશે. બન્ને સ્ટેશનો વચ્ચે બ્રિજ-નંબર ૬૧ના કામ માટે પાંચમી લાઇન, કારશેડ લાઇન અને કાંદિવલી ટ્રાફિક યાર્ડ લાઇન પર બ્લૉક રહેશે એટલે આ લાઇન પર ચાલતી લોકલ અને બહારગામની ટ્રેનો ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. શનિવારે ૭૩ લોકલ ટ્રેનો અને રવિવારે ૯૦ લોકલ ટ્રેનો એમ કુલ ૧૬૩ લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. અમુક મેલ/એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર રહેશે.

ટ્રેન-નંબર ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ શુક્રવારે અને શનિવારે વસઈ અને બોરીવલી વચ્ચે આંશિક રદ કરવામાં આવશે. ટ્રેન-નંબર ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ ૨૭ તારીખે વસઈ અને બોરીવલી વચ્ચે આંશિક રદ રહેશે. ટ્રેન-નંબર ૧૯૪૨૫ બોરીવલી-નંદુરબાર એક્સપ્રેસ ૨૬ અને ૨૭ તારીખે ભાઈંદર અને બોરીવલી વચ્ચે આંશિક રદ રહેશે. ટ્રેન-નંબર ૧૯૪૨૬ નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ ૨૬ તારીખે વસઈ રોડ અને બોરીવલી વચ્ચે રદ રહેશે.

mumbai railways western railway borivali kandivli mumbai mumbai local train mumbai trains mega block news mumbai news