મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલવે-વ્યવહાર ખોરવાયો

26 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે રાતે ૧૧ વાગ્યે બનેલી ઘટનામાં હજારો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાયા, જોકે મોટી દુર્ઘટના ટળી : પચીસ ટ્રેન રદ કરાઈ તો ઘણી ટ્રેન વડોદરા અટકાવી દેવાઈ અને કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદ ડિવિઝનના ગેરતપુર–વટવા સેક્શન નજીક નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડની વર્ક-સાઇટ પર રવિવારે રાતે ૧૧ વાગ્યે ચાલી રહેલી કામગીરી દરમ્યાન સેગમેન્ટલ લૉ​ન્ચિંગ ગૅન્ટ્રી આકસ્મિક રીતે લપસીને રેલવે ટ્રૅક પર પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલલે-વ્યવહાર ખોરવાયો હતો અને અસંખ્ય મુસાફરો પારાવાર હેરાન-પરેશાન થયા હતા. એના કારણે આ રૂટ પરની ટ્રેનોની અવરજવર પર ભારે અસર પડી હતી. આ ઘટનાને કારણે ૨૮ ટ્રેન રદ કરવામાં આવી હતી જેમાં ૭ ટ્રેન આંશિક રદ કરાઈ હતી, ૧૮ ટ્રેનનું સમયપત્રક ફરીથી ગોઠવવામાં આવ્યું હતું અને બે ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી હતી. રવિવારે રાતે ૧૧ વાગ્યાના સુમારે આ ઘટના બનતાં એ સમયે વડોદરાથી અમદાવાદ જતી ૧૦ ટ્રેનને જુદાં-જુદાં સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. ઘટના બન્યા બાદ હજારો મુસાફરો ટ્રેનોમાં, રસ્તામાં તેમ જ વિવિધ સ્ટેશનો પર અટવાઈ જતાં તેમ જ જુદાં-જુદાં સ્થળોએ જવા માગતા અસંખ્ય મુસાફરો માટે અમદાવાદ, સાબરમતી, વિરમગામ, મહેસાણા, ગાંધીધામ અને પાલનપુરમાં રેલવેએ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા હતા.

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી અને આવતી ડબલ-ડેકર એક્સપ્રેસ, બોરીવલીથી નંદુરબાર એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને બોરીવલી-વટવા એક્સપ્રેસને રદ કરવામાં આવતાં તેમ જ મુંબઈ–અમદાવાદ વચ્ચેની શતાબ્દી એક્સપ્રેસ અને મુંબઈ–ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને વડોદરા સુધી ચલાવતાં મુંબઈથી અમદાવાદ આવતા હજારો મુસાફરો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

આજે રદ રહેનારી ટ્રેનો કઈ?

mumbai ahmedabad mumbai railways indian railways bullet train vande bharat western railway train accident news gujarat gujarat news mumbai news