28 November, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરા મહોત્સવ
વેસ્ટર્ન રેલવે દ્વારા બાંદરા સ્ટેશનની ૧૬૨મી વર્ષગાંઠ નિમિત્તે ૨૭થી ૨૯ નવેમ્બર સુધી ૩ દિવસના હેરિટેજ અને કલ્ચરલ ફેસ્ટિવલ ‘બાંદરા સ્ટેશન મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૧૮૬૪ની ૨૮ નવેમ્બરે ખુલ્લા મુકાયેલા બાંદરા સ્ટેશનની વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ગઈ કાલે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ફ્લૅગ માર્ચ કરવામાં આવી હતી તેમ જ હેરિટેજ ગણાતા બાંદરા સ્ટેશનનાં આટલાં વર્ષોના વિકાસને દર્શાવતું ફોટો એક્ઝિબિશન ખુલ્લું મુકાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલાર અને બાંદરા-ઈસ્ટના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.