ભંડારા પાસે ભયાનક અકસ્માતમાં 8નાં મોત, 3 બાળકો પણ સામેલ

11 September, 2026 11:18 AM IST  |  Bhandara | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટક્કર થતાં 8 લોકોનાં મોત થયાં, જેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. ફસાયેલી કારને બે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી અને પોલીસ તપાસ શરૂ કરી.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે ભયાનક એક્સિડેંટ (Road Accident) સર્જાયો હતો. નાગપુર-રાયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પિંપળગાંવ રસ્તા વિસ્તારમાં ભાઉ ઢાબા પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 8 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 3 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્મતમાં કેટલાક લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સકોલીની ઉપજિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ થોડા સમય માટે રસ્તા પર વાહનોની અવરજવર પણ અટકી ગઈ હતી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

સકોલી પાસે રાહત અને બચાવની કામગીરી

આ અકસ્માત સકોલી નજીક બન્યો હોવાથી સ્થાનિક લોકો પણ તરત જ સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ પોલીસ સાથે મળીને બચાવ કામગીરીમાં(Rescue operation) મદદ કરી હતી અને ઈજાગ્રસ્તોને શક્ય તેટલી ઝડપથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હવે હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જોકે અકસ્માત બાદ સ્થળ પર થોડા સમય માટે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ટક્કર કયા કારણસર થઈ તે જાણવા માટે પોલીસ અલગ-અલગ રીતે તપાસી રહી છે. કારમાં સવાર લોકો છત્તીસગઢના રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. તેઓ રાયપુરથી નાગપુર તરફ જઈ રહ્યા હતા. આ ઘટના બાદ રસ્તા પર વાહનોની અવરજવર પણ થોડા સમય માટે અસરગ્રસ્ત થઈ હતી. હાલ પોલીસ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શોધી રહી છે.

બે જેસીબીની મદદથી વૅન બહાર કાઢી

આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ટ્રકમાં ફસાઈ ગઈ હતી જેથી ફસાયેલી કારને બહાર કાઢવા માટે બે JCBની મદદ લેવી પડી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અકસ્માત વહેલી સવારે બન્યો હતો અને આ સમયે રસ્તા પર સામાન્ય રીતે લોકોની અવરજવર ઓછી હોય છે.
બે જેસીબીની મદદથી વાહનને ટ્રકમાંથી અલગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રસ્તા પરથી વાહન હટાવીને અવરજવર ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે અને અકસ્માત સાથે જોડાયેલી તમામ બાબતોની માહિતી મેળવી રહી છે.

અકસ્માતનું સાચું કારણ શોધવા તપાસ શરૂ

આ ભયાનક અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ત્રણ માસૂમ બાળકો પણ સામેલ છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને અકસ્માત કયા કારણસર થયો તે જાણવાના પ્રયાસ કરી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.

 

maharashtra maharashtra news national news news road accident accident