Bhopal News: હેડફૉન પહેરીને રેલવે ટ્રેક પર રીલ જોતો હતો વિદ્યાર્થી, ટ્રેને કચડી નાખ્યો

31 October, 2024 10:03 AM IST  |  Bhopal | Gujarati Mid-day Online Correspondent

Bhopal News: રેલવે ટ્રેક પર પોતાના મોબાઈલમાં વીડિયો જોવામાં મગન એવા વિદ્યાર્થી મનરાજ તોમરનું મોત થયું છે. તેનો મિત્ર બચી ગયો છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

ભોપાલમાંથી એક હચમચાવી નાખતા સમાચાર (Bhopal News) સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલના 20 વર્ષીય વિદ્યાર્થીનું એવી હાલતમાં મોત થયું છે કે હવે તે સૌ માટે લાલ બત્તી સમાન છે. આ ૨૦ વર્ષીય યુવક હેડફોન સાથે રેલ્વે ટ્રેક પર બેઠેલો હતો. ત્યારે પૂર ઝડપે આવી રહેલ ટ્રેને તેને કચડી નાખ્યો હતો. 

આજકલ યુવાનોને રસ્તે ચાલતા ચાલતા કે પ્રવાસ કરતાં કરતાં પણ હેડફોન વાપરવાની ટેવ છે. આ જ લતને કારણે અનેક પ્રવાસીઓ અને ખાસ કરીને યુવાનો જીવ ખોઈ બેસતા હોય છે.

માત્ર વીસ વર્ષનો આ વિદ્યાર્થી પોતાના માં-બાપની એકની એક લાજ હતી. તે ભણવામાં આપણ તેજસ્વી હોવાની વાત સામે આવી છે. પરંતુ તેને બોડી બિલ્ડિંગ અને રીલ બનાવવાનો જબ્બર શોખ હતો. તે પોતાના આ શોખ પાછળ કઈંક જ બીજું વિચારતો નહોતો, તે માત્ર આ શોખ પાછળ ગાંડો રહેતો. હવે મોબાઈલમાં ડૂબી જવાને કારણે તેણે પોતાનો જીવ ખોયો છે. આ દુર્ઘટના (Bhopal News) બની ત્યારે તે અને તેનો મિત્ર ફોનમાં રીલ જોવામાં જ વ્યસ્ત હતા.

કાનમાં હેડફોન હોવાથી ટ્રેનનો અવાજ પણ ન સંભળાયો 

Bhopal News: રેલવે ટ્રેક પર પોતાના મોબાઈલમાં વીડિયો જોવામાં મગન એવા વિદ્યાર્થી મનરાજ તોમરનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ મનરાજ તોમર કાનમાં હેડફોન લગાવીને રેલવે ટ્રેક પાસે બેઠો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે હેડફોનને કારણે તેને ટ્રેનનો અવાજ સુદ્ધાં સંભળાયો નહીં. માટે જ તે પાટા પર બેસી રહ્યો. અને આખરે ટ્રેનના નીચે કચડાઈ જતાં તેનું દર્દનકરીતે મોત થયું છે.

રીલ જોવામાં મશગુલ થયા બંને મિત્રો

પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન એવા મનરાજ તોમરે હવે આ દુનિયાને અલવિદા કર્યું છે. તે પોતે બીબીએનો વિદ્યાર્થી હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તે રાત્રે 3:30 વાગ્યાની આસપાસ તેના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. તેઓ રેલ્વે ટ્રેક પર મસ્તી કરી રહ્યા હતા. તેઓ ફોનમાં રીલ જોઈ રહ્યા હતા. રિલ જોવામાં તેઓ એટલા બધા મશગુલ થઈ ગયા કે તેઓને આવનાર ટ્રેનનું પણ ભાન રહ્યું નહીં. જોકે, મનરાજ જુદા ટ્રેક પર અને તેણો મિત્ર એ જુદા ટ્રેક પર હોવાને કારણે મિત્ર બચી ગયો છે પણ મનરાજ બચી શક્યો નથી.

પોલીસ તંત્રને જેવી આ દુર્ઘટના (Bhopal News)ની માહિતી મળી તે લોકો તરત જ દોડી આવ્યા હતા. મનરાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. વળી, તેના માતા-પિતા હાર્ટ પેશન્ટ હોવાથી કઈંક અજુગતું ન બની જાય તે માટે તેઓને કોઈ જ જાણ કરવામાં આવી નહોતી.

bhopal madhya pradesh Crime News train accident national news india