વિદ્યાર્થીઓને છાશ આપવાની સરકારની ભલામણ, પણ સ્કૂલો કહે છે કે એના પૈસા કોણ આપશે?

07 April, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામે સ્કૂલો તરફથી સવાલ કરાયો છે કે એ છાશના પૈસા કોણ આપશે? ટીચર્સ ઍન્ડ પ્રિન્સિપાલ અસોસિએશનનું કહેવું છે કે આ સૂચનનું પાલન કરવું પ્રૅક્ટિકલી પૉસિબલ નથી.

પ્રતીકાત્મક તસવીર

હાલ ગરમીનો પારો ચડી રહ્યો છે અને સરકારી સ્કૂલો પચીસ એપ્રિલ સુધી ચાલુ રહેવાની છે ત્યારે સ્ટેટ ડિઝૅસ્ટર ડિપાર્ટમેન્ટે ગાઇડલાઇન બહાર પાડીને અન્ય બાબતો સાથે સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે એ માટે છાશ આપવાનું સૂચન કર્યું છે. એ સામે સ્કૂલો તરફથી સવાલ કરાયો છે કે એ છાશના પૈસા કોણ આપશે? ટીચર્સ ઍન્ડ પ્રિન્સિપાલ અસોસિએશનનું કહેવું છે કે આ સૂચનનું પાલન કરવું પ્રૅક્ટિકલી પૉસિબલ નથી. 

શિક્ષકોનું કહેવું છે કે ‘જ્યારે સરકાર દ્વારા આવા સૂચન કરવામાં આવે ત્યારે એને પહોંચી વળવા અલગથી ફન્ડ પણ ફાળવવું જોઈએ. હાલ છાશનો એક ગ્લાસ ૧૦ રૂપિયાનો આવે છે અને સ્કૂલમાં સેંકડો વિદ્યાર્થીઓ હોય છે જેને કારણે બહુ બધો ખર્ચ થઈ શકે.’

શિક્ષકોની આ રજૂઆત બાદ સ્કૂલ ઍજ્યુકેશન મિનિસ્ટર દાદા સાહેબ ભુસેએ કહ્યું હતું કે ‘આ સૂચનો વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કરવામાં આવ્યાં હતાં. એનું પાલન કરવું ફરજિયાત નથી, પરંતુ જ્યાં પણ શક્ય હોય ત્યાં મધ્યાહ્‍‍ન ભોજનમાં એનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવે. આ માટે સ્કૂલ મૅનેજમેન્ટ કમિટી જનતાનો સહકાર લઈ શકે અથવા કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી હેઠ‍ળ પણ ફન્ડ મેળવી શકે છે.’

maharashtra maharashtra news news mumbai Education health tips heat wave Weather Update mumbai weather indian government mumbai news