કોરોનાનાં નિયંત્રણો જનતાના હિતમાં નથી: આમ આદમી પાર્ટી

06 April, 2021 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતાં રાજ્ય સરકારે ચેતીને ૩૦ એપ્રિલથી રવિવારે વીક-એન્ડમાં લૉકડાઉનની અને શનિ-રવિ સિવાયના દિવસોમાં રાત્રિ-કરફ્યુની જાહેરાત કરી હતી

સરકારના પ્રતિબંધોને પરપ્રાંતીયોનો જવાબ: રાજ્ય સરકારે રાજ્યમાં રોજ રાત્રિકરફ્યુની સાથે શુક્રવારે રાત્રે ૮ વાગ્યાથી સોમવારે સવારે ૭ વાગ્યા સુધી વીક-એન્ડ લૉકડાઉન લાગુ કર્યો છે ત્યારે ગભરાઈને પરપ્રાંતીયોએ મોટી સંખ્યામાં હિજરત શરૂ કરી હતી અને ગઈ કાલે પોતપોતાના ગામમાં જવા માટે કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ પર એકઠા થયા હતા (તસવીર: સૈયદ સમીર અબેદી)

મહારાષ્ટ્રમાં નવેસરથી નિયંત્રણો લાદવા સામે સોમવારે વિરોધ નોંધાવતાં આમ આદમી પાર્ટી (એએપી-આપ)એ રાજ્ય સરકાર અને મુંબઈની મહાનગરપાલિકા કોવિડ-19ના કેસમાં નોંધાયેલા વધારાને ડામવામાં નિષ્ફળ નીવડ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે અને મુંબઈમાં સામાન્ય જનતા પર એની અસરોને ધ્યાનમાં રાખ્યા વિના ઉદાસીન રીતે પગલાં લેવાયાં હોવાનું જણાવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવતાં રાજ્ય સરકારે ચેતીને ૩૦ એપ્રિલથી રવિવારે વીક-એન્ડમાં લૉકડાઉનની અને શનિ-રવિ સિવાયના દિવસોમાં રાત્રિ-કરફ્યુની જાહેરાત કરી હતી. એ સિવાય પણ કેટલાંક નિયંત્રણો લાગુ કરાયાં છે. જેમ કે પ્રાઇવેટ ઑફિસો, થિયેટરો અને સલૂન બંધ કરી દેવાયાં છે.

વીક-એન્ડ લૉકડાઉન શુક્રવારે રાતે આઠ વાગ્યાથી શરૂ થશે અને સોમવારે સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત શનિ-રવિ સિવાયના કામના દિવસો દરમ્યાન પ્રતિબંધક આદેશો લાગુ કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાનની ઑફિસે યાદીમાં જણાવ્યું હતું.

આપે યાદી રજૂ કરીને જણાવ્યું કે હતું  નવાં નિયંત્રણો મુંબઈના અર્થતંત્ર માટે અને ખાસ કરીને શહેરની વ્યાવસાયિક પ્રવૃત્તિનો મુખ્ય આધાર ગણાતા નાના ઉદ્યોગ સાહસિકો અને ફેરિયાઓ માટે જોખમી સાબિત થશે.

coronavirus covid19 mumbai mumbai news aam aadmi party