Covid-19: કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે મુંબઇ સજ્જ, BMCએ કરી ખાસ તૈયારી

24 June, 2021 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિજ્ઞપ્તિ પ્રમાણે મુંબઇમાં બધી હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજની સાથે-સાથે જમ્બો કેન્દ્રમાં બાળકો માટે અલગ વૉર્ડ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે." ગર્ભવતી મહિલાઓ માટે પણ અલગ વૉર્ડ બનાવવામાં આવ્યા છે.

Covid-19: કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે મુંબઇ સજ્જ, BMCએ કરી ખાસ તૈયારી

બૃહન્મુંબઇ નગર નિગમ (BMC)એ બુધવારે કહ્યું કે તે મહાનગરમાં કોરોના વાયરસ સંક્રમણની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેણે કેસમાં વૃદ્ધિ સામે લડવા માટે જરૂરી ચિકિત્સાની સુવિધાઓનો પણ ઇંતેજામ કરી લીધો છે.

અતિરિક્ત નગર આયુક્ત સુરેશ કાકાણીએ દ્વિદિવસીય સમીક્ષા પછી એક વિજ્ઞપ્તિ જાહેર કરીને જણાવ્યું કે બીએમસીએ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે વિભિન્ન હૉસ્પિટલ, જમ્બો કોવિડ કેન્દ્ર અને કોવિડ દેખરેખ કેન્દ્રોમાં દર્દીઓની સારવાર માટે બેડ તૈયાર કરી લીધા છે. વિજ્ઞપ્તિ પ્રમાણે મુંબઇમાં બધી હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજની સાથે-સાથે જમ્બો કેન્દ્રમાં બાળકો માટે અલગ વૉર્ડ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે." ગર્ભવતી મહિલાઓ માટે પણ અલગ વૉર્ડ બનાવવામાં આવ્યા છે.

નાગરિક નિકાયે કહ્યું કે ભલે બીએમસી પ્રશાસન ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર છે, પણ તેમ છતાં નાગરિકોને કોવિડ-19ને અટકાવવા માટે જરૂરી બધા જ નિર્દેશો અને દિશાનિર્દેશોનું પાલન કરવું જોઇએ. વિભિન્ન નાગરિક હૉસ્પિટલ, જમ્બો કોવિડ કેન્દ્ર, કોરોના કૅર સેન્ટર -1 (CCC-1)અને કોરોના કૅર સેન્ટર -2 (CCC-2) Covid-19 દર્દીઓ માટે બેડથી લેસ છે, BMCએ જણાવ્યું કે લગભગ 2000 વેન્ટિલેટર છે. વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે પહેલા ચરણમાં, નાગરિક નિકાયે જમ્બો કોવિડ-19 કેન્દ્રોમાં 7,307 બેડ સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યાં લગભગ 77 દર્દીઓની સારવાર કરવામાં આવી, જ્યારે બીજા ચરણમાં યુદ્ધ સ્તરે 8350 નવા બેડ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

બીએમસી પ્રમાણે, 8350 નવા બેડમાંથી કાંજુરમાર્ગ અને મલાડમાં 2,200, નેસ્કો ગોરેગાંવમાં 1,500, સાયનમાં 1,200, ભાઇખલામાં 700, મહાલક્ષ્મી રેસકોર્સમાં 450 અને એનએસસીઆઇ વર્લીમાં 100 બેડ સ્થાપિત કરવામાં આવ્યા છે. વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે, "જમ્બો COVID-19 કેન્દ્રોની કુલ બેડ ક્ષમતાને વધારીને 15,657 કરી દેવામાં આવ્યો છે. આમાંથી 70 ટકા બેડમાં ઑક્સિજનના પૂરવઠાની સુવિધા છે અને પ્રત્યેક જમ્બો COVID-19 કેન્દ્રમાં તરલ ચિકિત્સા ભંડારણ (Liquid Medical Storage Tanks) ટેન્ક છે."

બીએમસીએ કહ્યું કે વિભિન્ન હૉસ્પિટલમાં વાયુમંડળીય હવાથી મેડિકલ ગ્રેડ ઑક્સીજન ઉત્પન્ન કરવા માટે સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે, જેમાં ઑક્સિજન સિલિન્ડર બૅક-અપ પણ હશે. આથી ગંભીર કોરોનાવાયરસ દર્દીઓની સારવાર માટે ઑક્સિજનની અછત હશે.

mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19