છત્રપતિ શિવાજીરાજે ભોસલેનું નિધન, દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો શોક

14 September, 2022 07:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભોસલે, છત્રપતિ શિવાજી મહારાજની 12 પેઢીના વંશજ હતા. તેઓ 75 વર્ષના હતા અને ઉંમર સંબંધે બીમારીઓને કારણે તેમણે મંગળવારે પુણેની એક હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજીરાજે ભોસલેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભોસલે, છત્રપતિ શિવાજી મહારાજની 12 પેઢીના વંશજ હતા. તેઓ 75 વર્ષના હતા અને ઉંમર સંબંધે બીમારીઓને કારણે તેમણે મંગળવારે પુણેની એક હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ફડણવીસે સાંસ્કૃતિક, સાહિત્ય અને રમત જગતમાં ભોસલેના યોગદાનને યાદ કરવામાં આવ્યા. તેમણે મંગળવારે રાતે ટ્વીટ કરીને કહ્યું કે ભોસલેના નિધન થકી કળા, રમત, સાહિત્ય અને સમાજમાં યોગદાન આપનાર શખ્સ આ વિશ્વમાંથી ચાલ્યો ગયો.

છત્રપતિ શિવાજીરાજે ભોસલેના ભત્રીજા અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજ્યસભા સભ્ય ઉદયનરાજે ભોસલેએ જણાવ્યું હતું કે તેમનો પાર્થિવ શરીર બુધવારે સતારાના અદાલતવાડામાં રાખવામાં આવશે જેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે.

Mumbai mumbai news maharashtra national news