PM મોદીએ પૂરી કરી બાળાસાહેબની ઈચ્છા, CM એકનાથ શિંદેએ યાદ કરી બાળ ઠાકરેની વાત

04 November, 2022 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે અનુચ્છેદ 370, રામ મંદિર નિર્માણ સહિત અનેક કામનો ઉલ્લેખ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકારના વખાણ કર્યા.

ફાઈલ તસવીર

મહારાષ્ટ્રના (Maharashtra Chief Minister) મુખ્યમંત્રી એકનાથ શિંદેનું (Eknath Shinde)માનવું છે કે કેન્દ્ર સરકારે દિવંગત બાળ ઠાકરેની (Bal Thackeray) ઈચ્છાઓ પૂરી કરી છે. શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે અનુચ્છેદ 370, રામ મંદિર નિર્માણ સહિત અનેક કામનો ઉલ્લેખ કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકારના વખાણ કર્યા.

શિંદેએ કહ્યું, "બાળાસાહેબે એકવાર કહ્યું હતું, મને એક દિવસ વડાપ્રધાન બનાવો, હું કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખસેડી દઈશ, અયોધ્યામાં રામ મંદિર બનાવી દઈશ. હવે આર્ટિકલ 370 ખસી ગયું છે અને રામ મંદિર પણ બની રહ્યો છે." આ દરમિયાન તેમણે બળવાનું પણ કારણ જણાવ્યું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે શિવસેનાના કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધનથી વિધેયક ખુશ નહોતા.

તેમણે કહ્યું, "હું ક્યારેય સીએમ બનવા નહોતો માગતો. અમારા વિધેયકો દુઃખી હતા. આથી મેં આ પગલું લીધું અને મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું છે."

જૂનમાં શિંદે અને લગભગ 50 વિધેયકોએ ત્યારની શિવસેનામાં બળવો કરી દીધો હતો. પરિણામ એ આવ્યું કે પછી મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. પછીથી શિંદેએ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવી હતી. રાજ્યના સીએમનું પદ સંભાળી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી પદની જવાબદારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : મુંબઈ પોલીસે ઑનલાઈન પોર્ટલ પર ભાડૂતોની માહિતી તરત આપવા માટે કરી અપીલ

દશેરા રેલીમાં પણ તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનું જૂથ `અસલી` શિવસેના છે. તેમણે કહ્યું હતું, "આ શિવસેના ઉદ્ધવ ઠાકરે કે એકનાથ શિંદેની નથી. આ બાળાસાહેબના સિદ્ધાંતોની શિવસેના છે. બાળાસાહેબના ખરા વારસ તેમના વિચારોના ઉત્તરાધિકારી છે. અમને ગદ્દાર કહેવામાં આવી રહ્યા છે. દગોય થયો છે, પણ દગો 2019માં થયો." વર્ષ 2019માં શિવસેનાએ કૉંગ્રેસ અને રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી.

Mumbai mumbai news maharashtra eknath shinde narendra modi national news bal thackeray