વિધાનભવનના ગેટ પરના સ્કૅનરમાં આગ લાગી

20 May, 2025 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આગ લાગવાની પાંચ મિનિટમાં જ સિક્યૉરિટી સ્ટાફ દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી.

વિધાનભવનના ગેટ પરના સ્કૅનરમાં આગ લાગી

મુંબઈમાં આવેલા મહારાષ્ટ્રના વિધાનભવનના એક એન્ટ્રી-ગેટ પર રાખેલા સ્કૅનરમાં સોમવારે બપોરે આગ લાગી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ લાગેલી આગ સિક્યૉરિટી સ્ટાફ દ્વારા તરત જ ઓલવી નાખવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું. વિધાનભવનના એક બાજુના એન્ટ્રી-ગેટ પર સિક્યૉરિટી કૅબિન પાસે મૂકેલા સ્કૅનરમાં શૉર્ટ-સર્કિટ થયું હોવાનું પ્રાથમિક ધોરણે જણાઈ રહ્યું છે એમ મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારી જણાવ્યું હતું. ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આગ લાગવાની પાંચ મિનિટમાં જ સિક્યૉરિટી સ્ટાફ દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી.

maharashtra news mumbai fire incident mumbai fire brigade maharashtra news vidhan bhavan mumbai news