આ નોરતે ગીતા રબારી પહેલી વાર બોરીવલીમાં

13 August, 2025 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવરાત્રિ ઉત્સવનું પ્રોડક્શન અને પ્રમોશન શોગ્લિટ્ઝ ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તથા સંયોજન સાંઈ ગણેશ વેલ્ફેર અસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગઈ કાલે નવરાત્રિ ઉત્સવના આયોજનની જાહેરાતના પ્રસંગે દીપપ્રાગટ્ય કરતાં સંજય ઉપાધ્યાય, ગીતા રબારી, ગોપાલ શેટ્ટી, આયોજક સંતોષ સિંહ, સુરભિ ગ્રુપના મિતેશ મહેતા અને રુદ્રામાર ગ્રુપના સંતોષ કાલે.

કચ્છી કોયલ તરીકે ઓળખાતાં ગીતા રબારી આ નવરાત્રિમાં પહેલી વાર બોરીવલીમાં પર્ફોર્મ કરશે. ગઈ કાલે બોરીવલીની વિટી સ્કૂલ ખાતે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગીતા રબારીએ પહેલી વાર બોરીવલીમાં સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025માં ગાવાની ખુશી વ્યક્ત કરી હતી. આ નવરાત્રિ ઉત્સવનું પ્રોડક્શન અને પ્રમોશન શોગ્લિટ્ઝ ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તથા સંયોજન સાંઈ ગણેશ વેલ્ફેર અસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આયોજન બોરીવલી-વેસ્ટમાં કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર ચારમાં કરવામાં આવશે. આ પ્રેસ-કૉન્ફરન્સમાં બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય અને ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી પણ ઉપસ્થિત હતા. ગીતા રબારીએ આ પ્રસંગે કહ્યું હતું કે હું ખૂબ ઉત્સાહિત છું અને ખુશ છું કે પહેલી વાર બોરીવલીમાં પર્ફોર્મ કરી રહી છું.

navratri festivals borivali news mumbai news mumbai Garba maharashtra maharashtra news