India-Pakistan Tension: મહારાષ્ટ્રમાં પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી સંપૂર્ણપણે સતર્ક છે - સીએમ દેવેન્દ્ર ફડણવીસ

09 May, 2025 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

India-Pakistan Tension: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય તૈયાર હોવાનું કહ્યું; મહારાષ્ટ્રમાં પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવી સંપૂર્ણપણે સતર્ક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વધતા તણાવ (India-Pakistan Tension) દરમિયાન, મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ શુક્રવારે જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ (Maharashtra Police), કોસ્ટ ગાર્ડ (Coast Guard) અને નૌકાદળ (Navy) એલર્ટ મોડ પર છે, અને તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoPs)નું પાલન કરવામાં આવી રહ્યું છે, એમ સમાચાર એજન્સી પીટીઆઈ (PTI)એ અહેવાલ આપ્યો છે.

મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્યની આંતરિક સુરક્ષાનો અભ્યાસ કરવા માટે એક સમીક્ષા બેઠક દિવસના અંતમાં યોજાશે.

ભારતીય લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યાના એક દિવસ પછી, રાજ્યના દરિયાકાંઠાના રક્ષણ માટે લેવામાં આવી રહેલા પગલાં અંગેના પ્રશ્નનો જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસ આ વાત કહી રહ્યા હતા.

ફડણવીસે કહ્યું હતું કે, ‘પોલીસ, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. નિયમિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે, અને `યુદ્ધ પુસ્તક` મુજબ જે પણ પગલાં લેવાની જરૂર હોય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આંતરિક સુરક્ષા અંગે સમીક્ષા બેઠક દિવસના અંતમાં બોલાવવામાં આવશે. અમે એલર્ટ મોડ પર છીએ.’

ભારતીય સશસ્ત્ર દળો (Indian armed forces)એ બુધવારે વહેલી સવારે પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હેઠળ પાકિસ્તાન (Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં નવ આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા હતા. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે બુધવારે વહેલી સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા બાદ તણાવ વધી ગયો છે, જેમાં બહાવલપુર (Bahawalpur)ના જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)ના ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના બેઝનો સમાવેશ થાય છે.

ગુરુવારે રાત્રે ભારતે જમ્મુ (Jammu), પઠાણકોટ (Pathankot), ઉધમપુર (Udhampur અને કેટલાક અન્ય સ્થળોએ મિસાઇલો અને ડ્રોનથી લશ્કરી મથકો પર હુમલો કરવાના પાકિસ્તાની સૈન્યના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. ત્યારબાદ આજે સવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)એ રાષ્ટ્રીય રાજધાનીમાં સંરક્ષણ મંત્રાલય સ્થિત સાઉથ બ્લોક ખાતે દેશની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રીની સાથે લશ્કરી ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (hief of Defence Staff) જનરલ અનિલ ચૌહાણ (General Anil Chauhan), ચીફ ઓફ આર્મી સ્ટાફ (Chief of Army Staff) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી (General Upendra Dwivedi), ચીફ ઓફ નેવલ સ્ટાફ (Chief of Naval Staff) એડમિરલ દિનેશ કે ત્રિપાઠી (Admiral Dinesh K Tripathi), ચીફ ઓફ એર સ્ટાફ (Chief of Air Staff) એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ (Air Chief Marshal Amar Preet Singh) અને ડિફેન્સ સેક્રેટરી (Defence Secretary) આરકે સિંહ (RK Singh)નો સમાવેશ થાય છે.

ind pak tension devendra fadnavis maharashtra news maharashtra mumbai mumbai news india pakistan operation sindoor Pahalgam Terror Attack indian army indian air force indian navy indian coast guard