કચ્છ યુવક સંઘની વિવિધ શાખાઓમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

28 February, 2025 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક માર્ચે માતુશ્રી મીનાતાઈ ઠાકરે શિલ્પગ્રામ ગાર્ડન, પૂનમનગર, જોગેશ્વરીમાં બપોરે ૩.૩૦ વાગ્યે યોજવામાં આવ્યો છે જેમાં અવનવી ગેમો, ગ્રુપ ગેમ રમવાનો અને સ્પોટ ઇનામો જીતવાનો મોકો મળશે.

પ્રતીકાત્મક તસવીર

કચ્છ યુવક સંઘની વિવિધ શાખાઓમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

) જોગેશ્વરી શાખા : શનિવાર, એક માર્ચે માતુશ્રી મીનાતાઈ ઠાકરે શિલ્પગ્રામ ગાર્ડન, પૂનમનગર, જોગેશ્વરીમાં બપોરે ૩.૩૦ વાગ્યે યોજવામાં આવ્યો છે જેમાં અવનવી ગેમો, ગ્રુપ ગેમ રમવાનો અને સ્પોટ ઇનામો જીતવાનો મોકો મળશે. અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી તથા રજિસ્ટ્રેશન માટે શિલ્પા શાહનો 98678 01888 અથવા વંદના છેડાનો  98191 89270 નંબર પર સંપર્ક કરવો.

ઘાટકોપર શાખા : શુક્રવાર, ૭ માર્ચે બપોરે બે વાગ્યાથી ૧૮ વર્ષથી ઉપરની મહિલાઓ માટે એક ગેમ-શો સાથે મ્યુઝિક ધમાલ તેમ જ વિવિધ વ્યંજનો અને ઇનામોનો આનંદોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ‘ફિટનેસ ફૉરેવર ટર્ફ’, ૯૦ ફિટ રોડ, લવેન્ડર બાગની બાજુમાં, ઘાટકોપર (ઈસ્ટ)માં યોજાશે. મર્યાદિત જગ્યા હોવાથી વહેલો તે પહેલોના ધોરણે રજિસ્ટ્રેશન ફી ૧૦૦ રૂપિયા ભરી ચંદન છાડવાના 96644 28535 નંબર પર નામ નોંધાવવાના રહેશે. 

) બોરીવલી-દહિસર શાખા :  શનિવાર, ૮ માર્ચે સાંજે ૪.૩૦ વાગ્યાથી બોરીવલી (વેસ્ટ)માં દેવીદાસ લેન પર આવેલા જ્ઞાનવિહાર ઍમ્ફી થિયેટરમાં WOW-2 (વન્ડર્સ ઑફ વુમન) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ મનોરંજક આ કાર્યક્રમમાં પ્રકાશજી મિશ્રા દ્વારા ‘પરિવાર-પ્રબોધન’ પર એક સ્પીચ આપવામાં આવશે. બીજું, ‘મિસ અથવા મિસિસ મુંબઈકર’નો એક ટૅલન્ટ શો કે જેમાં સ્પર્ધકે મુંબઈમાં વસતા વિવિધ પ્રાંતના લોકો જેવો પહેરવેશ પહેરવાની સ્પર્ધા યોજાશે. ઉપરાંત ક્વિઝ અને તંબોલામાં ભરપૂર ઇનામો જીતવાનો મોકો મળશે. સ્પર્ધામાં ભાગ લેવા કોમલ ભેદાના 96999 97431 અથવા હંસા મારુના 93235 74637 નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

) થાણા શાખા : શ્રી થાણા કચ્છી જૈન સેવા સમાજના સથવારે શનિવાર, ૮ માર્ચે થાણે (વેસ્ટ)માં ટેમ્બી નાકા પર આવેલા વીરા ભવનમાં ફક્ત બહેનો માટે એક અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સાગર રેડ્ડી સાથે એક પરિસંવાદ યોજાશે. સંચાલન જસ્મિન શાહ (કોડાય) કરશે. બપોરે ૨.૧૫ વાગ્યે રજિસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પ્રથમ આવનાર ૨૦ મહિલાઓને આકર્ષક ઇનામ આપવામાં આવશે. કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે રેખા ગડાનો 99674 73650 અથવા પૂજા છેડાનો 84509 05845 નંબર પર સંપર્ક કરવો.

) નાલાસોપારા શાખા :  શનિવાર, ૮ માર્ચે બપોરે ૨.૧૫ વાગ્યાથી ૧૫ વર્ષ અને ઉપરની વયની મહિલાઓ માટે ‘એક શામ માતાએ, બેટિયા ઔર બહેનો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ KMPD વિદ્યાલય, તુલિંજ રોડ, નાલાસોપારા (ઈસ્ટ)માં યોજાશે. રજિસ્ટ્રેશન ફી ૧૦૦ રૂપિયા ભરીને સેજલ ગોસરનો 95790 78286 નંબર પર સંપર્ક કરવો. 

international womens day kutchi community gujarati community news ghatkopar thane jogeshwari nalasopara borivali dahisar gujaratis of mumbai mumbai news mumbai news