04 July, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના શરૂ થઈ ત્યારથી છબરડાઓ ચાલુ જ છે. ગુરુવારે રાજ્યનાં વિકાસપ્રધાન અદિતિ તટકરેએ વિધાનસભામાં આ યોજના સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી આપતાં કહ્યું હતું કે ‘૨૨૮૯ લાભાર્થી મહિલાઓ એવી છે જે સરકારી નોકરીમાં હોવા છતાં આ યોજનાનો લાભ લઈ રહી છે. આ મહિલાઓનાં નામ હટાવીને તેમને ૧૫૦૦ રૂપિયા આપવાનું બંધ કરવામાં આવ્યું છે.’
૨૦૨૩થી બાળ અને મહિલા વિકાસ વિભાગ અને મહારાષ્ટ્ર સરકારે ૨૧થી ૬૫ વર્ષની જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક મદદ કરવા માટે લાડકી બહિણ યોજના શરૂ કરી હતી. સરકારી નોકરી હોવા છતાં આ યોજનાનો લાભ લેનારી મહિલાઓ સામે સરકારે પગલાં લીધાં છે.