હાલ વિદેશ ગયેલા બે હજાર કરતાં વધુ મુંબઈકરો પોસ્ટલ બૅલટથી મત આપશે

14 November, 2024 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં ૨૦૦૦ કરતાં વધુ વિદેશી (ઓવરસીઝ) મતદારો છે જેમાં બાવીસ ટકા મતદારો તો ૩૦થી ૩૯ વર્ષ સુધીના છે

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાં ૨૦૦૦ કરતાં વધુ વિદેશી (ઓવરસીઝ) મતદારો છે જેમાં બાવીસ ટકા મતદારો તો ૩૦થી ૩૯ વર્ષ સુધીના છે, જ્યારે ૧૫ ટકા કરતાં વધુ ૪૦-૪૯ વર્ષ સુધીના છે. 

ઇલેક્શન કમિશનના કહેવા મુજબ મૂળ ભારતના પણ હાલ વિદેશ ગયેલા અને એથી ભારતમાં મતદાન ન કરી શકે એવા મતદારોને ઓવરસીઝ મતદારો ગણવામાં આવે છે. તેઓ જ્યાં રહેતા હોય ત્યાં તેમને મતદાનની પોસ્ટલ બૅલટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. આવા મતદારોની સંખ્યા બૃહન્મુંબઈ મ્યુ​નિ​સિપલ કૉર્પોરેશનમાં ૨૨૮૭ની છે જેમાં સબર્બના જ મતદારો વધુ છે. સબર્બની ૨૬ બેઠકો માટે આ આંકડો ૧૮૮૧નો છે. તો સિટીની ૧૦ બેઠકો માટે એ આંકડો ૪૦૬ છે. 

જો મતદારોની ઉંમરની ગણતરી કરવામાં આવે તો ૩૦થી લઈને ૩૯ વર્ષના મતદારો સૌથી વધુ છે.  બીજા નંબરે ૪૦-૪૯, એ પછી ૨૦-૨૯ અને છેલ્લે ૫૦-૫૯ વર્ષની ઉંમરના મતદારોનો સમાવેશ થાય છે.

maharashtra assembly election 2024 maharashtra news maharashtra news mumbai mumbai news