ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવતાં ૪૮ કલાકમાં ૭૩૮૯ બૅનર-હોર્ડિંગ્સ કાઢવામાં આવ્યાં

18 October, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં આચારસંહિતા અમલમાં મુકાયા બાદ ૪૮ કલાકમાં દરેક વૉર્ડમાંથી રાજકીય પક્ષોનાં ૭૩૮૯ બૅનર અને હોર્ડિંગ્સ દૂર કરાયાં હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈમાં ગઈ કાલે એક બૅનર કાઢી રહેલો BMCનો કર્મચારી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મુંબઈમાં આચારસંહિતા અમલમાં મુકાયા બાદ ૪૮ કલાકમાં દરેક વૉર્ડમાંથી રાજકીય પક્ષોનાં ૭૩૮૯ બૅનર અને હોર્ડિંગ્સ દૂર કરાયાં હોવાનું જાણવા મળ્યું હતું. ૧૫ ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતાનો ભંગ થવા બાબતની ફરિયાદ મતદાર હેલ્પલાઇન નંબર ૧૯૫૦માં આવવા લાગી છે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બૅનર અને હોર્ડિંગ્સ કાઢવાની શરૂઆત કરી હતી. 

maharashtra assembly election 2024 maharashtra maharashtra news political news mumbai mumbai news