01 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડે આજથી એના ચાર્જિસ (ટૅરિફ)માં ફેરફાર કર્યા છે જે આવતી કાલે પહેલી જુલાઈથી અમલમાં આવશે. આ ફેરફાર અંતર્ગત ગરીબીરેખાની નીચે જીવતા લોકો માટેના જે ફિક્સ્ડ ચાર્જિસ ૩૪ રૂપિયા છે એમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે હવે પ્રતિ યુનિટ ૧.૭૪ રૂપિયાને બદલે ૧.૪૮ રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવાના રહેશે. આમ તેમના માટે પ્રતિ યુનિટ ૨૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે ગરીબોને આ ફાયદો આપવા માટે ભોગ તો મધ્યમ વર્ગનો જ લેવાયો છે.
જે વપરાશકારો મહિનાની ૧૦૦ યુનિટ વીજળી વાપરે છે તેમના માટે પણ સારા સમાચાર છે. તેમણે ૬.૩૨ રૂપિયા પ્રતિ યુનિટને બદલે હવે ૫.૭૪ રૂપિયા પ્રતિ યુનિટના દરે ચાર્જિસ આપવાના રહેશે. આમ પ્રતિ યુનિટ ૫૮ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગ જે મહિનાના ૧૦૧થી લઈને ૩૦૦ યુનિટ વાપરે છે તેમણે હવે પ્રતિ યુનિટ ૧૨.૨૩ રૂપિયાને બદલે ૧૨.૫૭ રૂપિયા ચૂકવવા પડશે. આમ માત્ર ૩૪ પૈસા પ્રતિ યુનિટ વધારવામાં આવ્યા છે. મહિનાના ૫૦૦ યુનિટ કરતાં વધુ વીજવપરાશ કરતા કન્ઝ્યુમરે હવે પ્રતિ યુનિટ ૧૮.૯૩ રૂપિયાને બદલ ૧૯.૧૫ રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવા પડશે.
જે કન્ઝ્યુમર્સ ૧૦૦ યુનિટ કરતાં વધુ વીજળી વાપરે છે તેમના ફિક્સ્ડ ચાર્જિસ જે પહેલાં ૧૨૮ રૂપિયા હતા એ વધારીને ૧૩૦ રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ્સ માટે ફિક્સ્ડ ચાર્જિસ જે અત્યાર સુધી ૫૧૭ રૂપિયા હતા એ હવે વધારીને ૫૨૦ રૂપિયાથી ૫૨૫ રૂપિયા કરવામાં આવ્યા છે.
અન્ય કૅટેગરીના ફિક્સ્ડ ચાર્જિસમાં વધારો |
||
|
જૂનો દર |
નવો દર |
ઇન્ડસ્ટ્રીઝ |
૫૮૩ રૂપિયા |
૬૦૦ રૂપિયા |
સ્ટ્રીટલાઇટ્સ |
૧૪૨ રૂપિયા |
૧૫૦ રૂપિયા |
ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ |
૪૨૭ રૂપિયા |
૪૫૦ રૂપિયા |
પ્રાઇવેટ-પબ્લિક સર્વિસ |
૪૬૪ રૂપિયા |
૫૦૦ રૂપિયા |
ઇલેક્ટ્રિક વેહિકલના ચાર્જિંગ સ્ટેશન માટેના દર ૮.૪૭ રૂપિયા પ્રતિ યુનિટથી વધારીને ૯.૧૦ રૂપિયા કરવામાં આવ્યા છે.