વેહિકલ્સમાં નવી નંબર-પ્લેટ લગાડવાની મુદત એક મહિનો વધારીને ૩૦ એપ્રિલ કરવામાં આવી

21 February, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૦ એપ્રિલ સુધી પણ જો કોઈ વેહિકલમાં HSRP લગાડવામાં નહીં આવે તો એવાં વાહનોને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ પેનલ્ટી મારવામાં આવશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

એપ્રિલ ૨૦૧૯ પહેલાંનાં વાહનોમાં ૩૧ માર્ચ સુધીમાં હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) લગાડવાની મુદત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આપી હતી, પણ હવે એને એક મહિનો વધારીને ૩૦ એપ્રિલ સુધીની કરી દેવામાં આવી છે. આ નંબર-પ્લેટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એનાં અદ્યતન સિક્યૉરિટી ‌ફીચર્સને લીધે ચોરી કે એના જેવી બીજી કોઈ પણ ગતિવિધિ થતી અટકી જશે. મુંબઈનાં વીસ લાખ વેહિકલ્સની સાથે આખા રાજ્યના દોઢ કરોડ વાહનોમાં HSRP લગાડવામાં આવશે. આના માટે વાહનમાલિકોએ GST સાથે ૫૩૧થી ૮૭૯ રૂપિયા ચૂકવવાના રહેશે. ૩૦ એપ્રિલ સુધી પણ જો કોઈ વેહિકલમાં HSRP લગાડવામાં નહીં આવે તો એવાં વાહનોને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ પેનલ્ટી મારવામાં આવશે.

maharashtra mumbai transport maharashtra state road transport corporation mumbai traffic mumbai traffic police maharashtra news news mumbai mumbai news