✕

FSSAI રજિસ્ટ્રેશન અને લાઇસન્સ હોવું જરૂરી, ફૂડ-સેફ્ટીના નિયમોનું પાલન કરવું પડશે

29 November, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે શિક્ષણસંસ્થાઓની મેસના ફૂડ પર બાજનજર.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA) દ્વારા મહારાષ્ટ્રમાં ફૂડ-સેફ્ટીના મામલે સપાટો બોલાવી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે હવે સ્કૂલ, કૉલેજ, હૉસ્ટેલ, યુનિવર્સિટીની કૅન્ટીન અને મેસમાં થતા ફૂડ-સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન પર FDAએ ડોળો ફેરવ્યો છે.

FDA દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ આ બધી જ શિક્ષણસંસ્થાઓ પાસે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)નું રજિસ્ટ્રેશન અને લાઇસન્સ હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શિક્ષણસંસ્થાઓના કૅમ્પસમાં તથા પ્રવેશદ્વારના ૫૦ મીટરના ક્ષેત્રમાં હાઈ ઇન સૅચ્યુરેટેડ ફૅટ, શુગર ઍન્ડ સૉલ્ટ (HFSS) એટલે કે સૅચ્યુરેટેડ ફૅટ, સાકર અને મીઠાનું વધુ પ્રમાણ હોય એવા ખાદ્યપદાર્થોનું વેચાણ, જાહેરાત અને મફત વિતરણ નહીં કરી શકાય અને એના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

mumbai food safety and standards authority of india fssai food and drug administration food news food and drink maharashtra mumbai news news Education maharashtra government