Mumbai: મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ કોરોનાના ભરડામાં

28 October, 2021 12:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હળવા લક્ષણોનો અનુભવ થતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

દિલીપ વાલસે પાટીલ

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલ કોરોનાથી સંક્રમિત થયા છે. આ જાણકારી તેમણે ખુદ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી છે. વાલસે પાટિલે ટ્વિટ કરતાં કહ્યું કે `હળવા લક્ષણોનો અનુભવ થતાં મેં કોરોના ટેસ્ટ કરાવવાનું વિચાર્યુ. જેમાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  મારી હાલત સ્થિર છે અને હું મારી ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરુ છું.`

આ દરમિયાન દિલીપ વાલસે પાટીલે નાગપુર અને અમરાવતીનો પ્રવાસ કર્યો હતો. તેથી પાટીલે નાગપુર અને અમરાવતીના પ્રવાસ દરમિયાન  કાર્યક્રમોમાં સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. 

કોલજ સ્ટાફના 10 લોકો કોરોનાથી સંક્રમિત

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના જગદલપુર મેડિકલ કોલેજના સ્ટાફના 10 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. એક સાથે આટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાથી લોકોમાં ફરી ભયનો માહોલ  ઉભો થયો છે.  જો કે, હાલમાં આ તમામ લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે.  આ સાથે જે પણ લોકો કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યાં છે તેમને શોધી તેમના કોરોના ટેસ્ટ કરાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. 

છેલ્લા 24 કલાકમાં 733 લોકોના મોત
નોંધનીય છે કે ધીમે ધીમે કોરોનાને કેસોમાં ઘટાડો થવાથી પ્રતિબંધો હળવા થઈ રહ્યાં છે અને અનેક ક્ષેત્રોમાં ઓફિસ અને કાર્યલયો શરૂ થઈ રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કોરોના પોઝિટિવ ર્દદીઓ મળી આવતા ફરી ચિંતાનું મોજુ ફરી વળે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16156 કેસો સામે આવ્યાં છે. જેમાંથી 733 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. 

 

 

 

mumbai mumbai news maharashtra coronavirus