મુંબઈમાં છેલ્લા સાત વર્ષમાં ૨૨ હજાર શિશુનાં મૃત્યુ, રાજ્યના આંકડા પણ ચોંકાવનારા!

22 April, 2025 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Infant Death: વર્ષ ૨૦૧૭થી ૨૦૨૩ દરમિયાન મહારાષ્ટ્રમાં ૧,૧૭,૧૩૬ શિશુનાં મૃત્યુ નોંધાયા છે; દૈનિક સરેરાશ ૪૬ની નજીક; મુંબઈ પછી પુણે અને નાશિક મોખરે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)માં તાજેતરમાં એક ચોંકાવનારા આંકડાઓ જાણવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૩ વચ્ચે ૧,૧૭,૧૩૬  શિશુનાં મૃત્યુ નોંધાયા છે, જે સરેરાશ દરરોજ લગભગ ૪૬ મૃત્યુ છે. એક પોર્ટલ દ્વારા માહિતી અધિકાર (Right to Information – RTI) હેઠળ મેળવેલા ડેટાથી આ માહિતી મળી છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં શિશુનાં મૃત્યુના (Maharashtra Infant Death) આ ડેટા દર્શાવે છે કે મુંબઈ (Mumbai)માં સૌથી વધુ ૨૨,૩૬૪ શિશુ મૃત્યુ નોંધાયા છે, જેમાં અન્ય ઉચ્ચ બોજવાળા જિલ્લાઓ પુણે (Pune), નાસિક (Nashik), છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) અને અકોલા (Akola) છે. કોવિડ-૧૯ (Coronavirus) રોગચાળા દરમિયાન વર્ષ ૨૦૨૦માં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો હતો પરંતુ તે પછીના વર્ષોમાં વધારો થયો હતો, વર્ષ ૨૦૨૩માં આ આંકડો ૧૭,૪૩૬ પર પહોંચી ગયો.

સરકારી અધિકારીઓ રોગચાળા પછી સુધારેલ દેખરેખ, સંસ્થાકીય પ્રસૂતિમાં વધારો અને સારી રિપોર્ટિંગ સિસ્ટમને કારણે આ વધારો થયો હોવાનું માને છે. તેનાથી વિપરીત, આરોગ્ય નિષ્ણાતો પ્રણાલીગત મુદ્દાઓ - વિલંબિત રેફરલ્સ, અપૂરતી માળખાગત સુવિધા અને પ્રસૂતિ પહેલાની સંભાળ ચૂકી જવાને મુખ્ય પરિબળો તરીકે દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે, શિશુ મૃત્યુમાં ક્લિનિકલી એક વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જીવંત જન્મેલા બાળકના મૃત્યુની ગણતરી કરવામાં આવે છે.

શિશુ મૃત્યુમાં મુંબઈ મોખરે છે. તેમ છતાં દર વર્ષે આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૧૭માં ૪,૦૭૧ મૃત્યુથી વર્ષ ૨૦૨૩માં ૨,૮૩૨ મૃત્યુ થયા હતા. સૌથી તીવ્ર ઘટાડો વર્ષ ૨૦૨૦માં થયો હતો, જેમાં ૨,૬૪૯ મૃત્યુ થયા હતા. નિષ્ણાતો આ ઘટાડાને મજબૂત નવજાત માળખા, પ્રારંભિક સંસ્થાકીય પ્રસૂતિ અને સુધારેલ ઉચ્ચ-જોખમ ગર્ભાવસ્થા ટ્રેકિંગને આભારી છે. જોકે, શહેરની બહારથી મહત્વપૂર્ણ રેફરલ્સની મોટી સંખ્યાને કારણે મુંબઈની આરોગ્ય વ્યવસ્થા તણાવ હેઠળ રહે છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC)ના એક અધિકારીએ જણાવ્યા અનુસાર, મુંબઈમાં નોંધાયેલા લગભગ ૪૦% શિશુ મૃત્યુ અન્ય જિલ્લાઓમાંથી રિફર કરાયેલા બાળકોના હોય છે, જેમાંથી મોટાભાગના અત્યંત ગંભીર સ્થિતિમાં આવે છે. આમાંથી કેટલા કેસ ખરેખર શહેરના છે તે ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેનાથી વિપરીત, થાણે (Thane)માં શિશુ મૃત્યુમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં વર્ષ ૨૦૧૭થી વર્ષ ૨૦૨૩ દરમિયાન ૬,૫૬૨ શિશુ મૃત્યુ નોંધાયા હતા, જે વર્ષ ૨૦૧૭માં ૭૫૦ મૃત્યુની નોંધણી થઈ હતી અને વર્ષ ૨૦૨૩માં વધીને મૃત્યુઆંક ૧,૩૮૦ સુધી પહોંચ્યો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, થાણેનો બોજ આંશિક રીતે વધ્યો છે કારણ કે તેને પાલઘર (Palghar)થી રેફરલ્સ મળે છે, જ્યાં જિલ્લા હોસ્પિટલનો અભાવ છે.

નાસિક, અકોલા, છત્રપતિ સંભાજીનગર, પુણે, નાગપુર (Nagpur) અને અમરાવતી (Amravati) જેવા અન્ય કેટલાક જિલ્લાઓમાં વર્ષ-દર-વર્ષે ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો.

maharashtra news maharashtra brihanmumbai municipal corporation mumbai mumbai news news pune nashik akola Chhatrapati Sambhaji Nagar amravati thane palghar right to information