18 January, 2025 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં SSC બોર્ડની પરીક્ષા આપવા માટેની હૉલ-ટિકિટ ઑનલાઇન સિસ્ટમથી જારી કરવાની તારીખ ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. ૨૦ જાન્યુઆરીએ SSCની લ-ટિકિટ www.mahahsscboard.in વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જે Admit card લિન્ક ડાઉનલોડ કરીને મેળવી શકાશે. અગાઉ કેટલીક ટેક્નિકલ ખામી સર્જાવાને લીધે હૉલ-ટિકિટ ઉપલબ્ધ કરવામાં સમય લાગ્યો હોવાનું બોર્ડે કહ્યું હતું.