આજથી શરૂ થયેલી બારમાની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે

11 February, 2025 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ ગોસાવીએ વધુમાં કહ્યું હતું કે ‘સંવેદનશીલ એક્ઝામ સેન્ટર પર ડ્રોન કૅમેરાથી નજર રાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

આજથી સ્ટેટ એજ્યુકેશન બોર્ડના બારમા ધોરણની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ગઈ કાલે બોર્ડના અધ્યક્ષ શરદ ગોસાવીએ કહ્યું હતું કે આ વર્ષે અમે HSCની એક્ઝામ રેગ્યુલર કરતાં ૧૦ દિવસ વહેલી લીધી છે એથી અમે રિઝલ્ટ પણ વહેલું આપવાના પ્રયાસ કરીશું. ૧૫ મે સુધીમાં રિઝલ્ટ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

સ્ટુડન્ટ્સે એક્ઝામ સેન્ટર પર અડધો કલાક વહેલા પહોંચી જવું પડશે. તેમને પેપર લખવા માટે વધારાની ૧૦ મિનિટ મળી શકશે. શરદ ગોસાવીએ વધુમાં કહ્યું હતું કે ‘સંવેદનશીલ એક્ઝામ સેન્ટર પર ડ્રોન કૅમેરાથી નજર રાખવામાં આવશે. જે એક્ઝામ સેન્ટર પર ચોરી થતી હોવાનું જણાશે એ સેન્ટરની માન્યતા રદ કરી દેવામા આવશે. પેપર લીક ન થાય એ માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)થી એને ટ્રૅક કરવામાં આવશે એટલું જ નહીં, એનું વિડિયો -રેકૉર્ડિંગ પણ કરવામાં આવશે.’

આંકડાબાજી

1505037

આ વર્ષે કુલ આટલા વિદ્યાર્થીઓ HSCની પરીક્ષા આપી રહ્યા છે.

810348

કુલ વિદ્યાર્થીઓમાંથી આટલા છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે.

694352

કુલ વિદ્યાર્થીઓમાંથી આટલી છોકરીઓ પરીક્ષા આપી રહી છે.

37

આટલા તૃતીયપંથી પણ એક્ઝામ આપી રહ્યા છે.

768967

આટલા સ્ટુડન્ટ્સ સાયન્સ સ્ટ્રીમના છે.

380410

આટલા સ્ટુડન્ટ્સ આર્ટ્‍સ સ્ટ્રીમના છે.

319439

આટલા સ્ટુડન્ટ્સ કૉમર્સ સ્ટ્રીમના છે.

Education maharashtra news mumbai mumbai news